ભરવાડ સમાજના ભામાશા વિજયભાઈ ભરવાડે ગ્રીષ્મા પરિવાર ની મુલાકાત લીધી અને જેમ કિશન ભરવાડ ના હત્યા કેસ મા….
આપણે જાણીએ છે કે, ગુજરાતમાં કિશન ભરવાડની હત્યા બાદ ગ્રીષ્માની હત્યા એ ગુજરાતને શરમજનક સ્થતિમાં મૂકી દીધું! લોકો ન્યાય ની માંગણી કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ગ્રીષ્માને ન્યાય આપવા માટે સૌરાષ્ટ્રવાસી પાટીદાર સમાજના મહા સંમેલન યોજાયું છે. સમાજના આગેવાન દિનેશ નાવડિયા અને કાનજી ભાલાળાએ જણાવ્યું કે, સ્મોકિંગ ઝોન અને સ્પા જેવી બદીઓ કેવી રીતે દૂર કરવી તે અંગે સમાજ નિર્ણય લેશે.
સુરત ગ્રામ્ય વિસ્તારના પાસોદરામાં બનેલા ગ્રીષ્મા હત્યાકાંડમાં શુક્રવારે ભરવાડ સમાજના આગેવાન વિજય ભરવાડ સહિત સમાજના નેતાઓએ ઘટનાનો ભોગ બનનારા પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત છે, કિશનને પણ હજુ સુધી ન્યાય નથી મળ્યો ત્યાં ગ્રીષમા સાથે આવી દુઃખ ઘટના બનતા ભારતમાં ગુજરાતનું નામ ખરેખર ખૂબ જ નીચું ગણાય એવું છે.
શુક્રવારે ભરવાડ સમાજના અગ્રણી વિજય ભાઈ ભરવાડે દિકરી સ્વ. ગ્રિષ્માનાં પરિવારની રુબરુ મુલાકાત લીધી હતી જેમાં માજી ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી અને આ પરિવારની નાની મોટી કોઈપણ એક જવાબદારી ભરવાડ સમાજને આપો.વિજયભાઈએ જણાવ્યું હતું કે, દિકરી સ્વ.ગ્રિષ્મા સાથે જે કંઇપણ બન્યું એ ખૂબ આઘાતજનક છે. પરિવારને ઝડપથી ન્યાય મળે તેમજ આરોપીને આકરામાં આકરી સજા થાય તેવો દાખલો રાજ્ય સરકારે બેસાડવો જોઈ
પરમ કૃપાળુ પરમાત્મા આ દીકરીના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે. થોડા સમય પેલા ધંધુકા માં સ્વ. કિશન ભરવાડ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એટીએસને તપાસ સોંપી અને ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પોલીસ પહોંચી હતી અને દિલ્હી યુપીથી ધરપકડ કરી હતી. જ્યારે દીકરી ગ્રીષ્માંના કેસમાં પણ આરોપીને કડકમાં કડક સજા થશે એવો અમને સરકાર અને ગૃહ મંત્રી હર્ષભાઈ પર પૂરો વિશ્વાસ છે
