Gujarat

ગુજારાતી અખબાર

ગ્રીષ્માની હત્યા એ દરેક લોકો માટે ખૂબ જ હદય સ્પર્શી હતી. હવે તેની સાથે જોડાયેલી દરેક વાતો જ્યારે સામે આવે છે, ત્યારે એ દુઃખ ઘટના સામે આવી જાય છે. હાલમાં જ ગ્રીષ્માની હત્યા થઈ એ પહેલા કોલેજના કલાસરૂમ નો વિડીઓ સામે આવ્યો! ગ્રીષ્મા ને શુ ખબર હશે કે કોલેજ મા તેનો અંતિમ દિવસ હશે , કહેવાઇ છે ને કે જીવન ક્યારે પૂરું થઈ જાય કોઇ નથી જાણતું.

આ વીડિયોમાં જોશો તો તમારી આંખ નમઃ થઇ જસે.ગ્રીષ્માનાં ચહેરા પર ખુશી હતી તેને જરાં પણ અણસાર ન તો કે આજે તેનાં જીવનનો છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસ સુધી તે કોલેજમાં બહેનપણીઓ સાથે ભણતી હતી. જે આ CCTV વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. જ્યારે ફેનિલ ગોયાણી આજ કોલેજમાં ભણે છે અને તે દિવસે ક્લાસમાં હાજર હતો

એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણીની (Fenil Goyani) માનસિક સ્થિતિ સામે આવી છે. પોલીસને ફેનિલના મોબાઇલની એફએસએલ તપાસમાં અનેક ચોંકાવનારી માહિતી સાંપડી છે. ફેનિલે અનેક વખત કઇ રીતે હત્યા કરવી તે સર્ચ કર્યું હતુ. એટલું જ નહીં, તેણે વેબસાઇટ ઉપર એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય તેની પણ તપાસ કરી હતી.ફેનિલે જે દિવસે ગ્રીષ્માની હત્યા કરી તે પ્લાન તેના મગજમાં પહેલાથી જ હતો. સવારથી જ આ અંગેનું પ્લાનિંગ કરી રહ્યો હતો..

. હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની અનેક સિરિયલો પણ જોઈ હતી, જેમાંથી તે હત્યા સહિતની અનેક વસ્તુઓ શીખ્યો હતો. ગળું કાપીને હત્યા કરવા માટે તેણે ફ્લિપકાર્ટ પર એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. પરંતુ તે મોડેથી મળવાનો હોવાના કારણે તેણે ઓર્ડર રીજેક્ટ કરી દીધો હોવાનું પણ તેના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ તેણે ગ્રીષ્માની હત્યા કરવા માટે અન્ય એક મોલમાંથી ચપ્પુ મેળવ્યો હતો. જે ચપ્પુ હાલ પોલીસે કબજે કરી લીધો છે.

આ ઘટના દરેક યુવાનો અને માતાપિતા માટે ચેતવણી રૂપ સમાન છે. આમ પણ આ ઘટના માં જે બન્યું એમાં શરમજનક વાત એ હતી કે ત્યાં હાજર રહેલા કોઈ વ્યક્તિ એ હિંમત સાથે દીકરીનો જીવ બચાવવા નો પ્રયત્ન ન કર્યો. આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, હવે તો મૃતક ની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના કરીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!