“તારક મહેતા” મા બબીતાજી કરતા પણ સુંદર અભિનેત્રી નુ આગમન?? જાણો કોણ છે આ અભીનેત્રી
મહેતા સીરિયલમાં જો કોઈ ખુબસૂરત અભિનેત્રીની વાત કરવામાં આવે છે, તો સૌથી પહેલા નામ યાદ આવે બબીતાજીનું! ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, બબીતાજી આ સિરિયલની સૌથી સુંદર અને હોસ્ટેસ્ટ અભિનેત્રી છે. આ સિવાય પહેલા નેહા મહેતા અને ત્યારબાદ સુનૈના ફોજદાર પણ સુંદરતામાં મોખરે આવે છે.હાલમાં જ તારક મહેતા સીરિયલમાં એક અભિનેત્રી ખૂબ જ ચર્ચામાં છે. આ અભિનેત્રી બબીતાજી કરતા પણ સુંદર છે. ચાલો અમે આપને જણાવીએ કે, આ કોણ છે જેનું સીરિયલમાં આગમન થયું છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, તારક મહેતા સિરિયલમાં અનેક અભિનેત્રીઓ એ એપિસોડ પ્રમાણે આગમન કરે છે. ત્યારે હાલમાં જહવે આ શોમાં નવી અભિનેત્રીની એન્ટ્રી થઈ છે. શોમાં અર્શી ભારતી શાંડિલ્ય એ ધામાકેદાર એન્ટ્રી કરીને સૌ કોઈને ચોંકાવી દિધા છે. આજકાલ અર્શીની ઘણી જ ચર્ચા થઈ રહી છે. અર્શી પોતાની સુંદરતાને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.અર્શી ભારતી સિરિયલમાં તારક મહેતાનાં બોસ રાકેશ બેદીની સેક્રેટરીના રોલમાં છે.

પહેલાં તો એવી ચર્ચા થતી હતી કે અર્શી ભારતી બબીતાનો રોલ પ્લે કરશે. જોકે, એ માત્ર અફવા હતી. અર્શીએ આ સિરિયલથી ટીવી ડેબ્યૂ કર્યું . આ અભિનેત્રીનાં અંગત જીવન પર એક નજર કરીએ તો,22 વર્ષીય અર્શી ભારતીનો જન્મ ઝારખંડના જમશેપુરમાં 2 માર્ચ, 1999માં થયો છે. અર્શીના પિતા રાજેશ ભારતી જ્યોતિષ છે અને તેની માતા સુનીતા ભારતી રિજનલ સિંગર છે. અર્શીએ જમશેદપુરની રાજેન્દ્ર વિદ્યાલયમાંથી સ્કૂલિંગ કર્યું છે.

સ્કલિંગ બાદ અર્શીએ મુંબઈની વ્હિસલિંગ વુડ્સમાં એડમિશન લીધું હતું. ફિલ્મમેકિંગનો સર્ટિફેકટ કોર્સ પણ કર્યો છે. આ ઉપરાંત તેણે કિશોર નમીત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી ડિપ્લોમા કર્યો છે.અર્શીએ અર્જુન કપૂર તથા ક્રિતિ સેનનની ફિલ્મ ‘પાનીપત’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અર્શીએ ક્રિતિ સેનનની બહેનપણીનો રોલ કર્યો હતો.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્શી ભોજપુરી એક્ટર રવિ કિશન સાથે ફિલ્મ ‘લાલ ડિગ્ગી’માં કામ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે અન્ય બે ફિલ્મ પણ છે.હાલમાં તો સોશિયલ મીડિયામાં અર્શી ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. બબીતાજીનાં ફેન્સ પણ આ અભિનેત્રીની સુંદરતામાં ઘાયલ થઈ ગયા છે.
