Gujarat

ગુજરાતનો જવાન થયો શહીદ! આતંકવાદી સામે અથડામણ થતા દેશની રક્ષા કાજે પ્રાણ છોડ્યા.

દેશની રક્ષા અર્થે તૈનાત અનેક જવાનો પોતાનું જીવ જોખમમાં મૂકીને દિવસ રાત દેશની રક્ષા કરવા માટે દિવસ રાત સરહદ પણ તૈનાત હોય છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છીએ! આ જવાનો ક્યારે પોતાનાં પ્રાણ છોડી દે એ કોઈ વિચારી નથી શકતું. રોજ અનેક જવાનો શહિદ થતા હોય છે.હાલમાં જ ગુજરાતનાં કણેરી ગામના જવાન શહિદ થયા હતા ત્યારે ફરી એક વાર ગુજરાતનાં જવાન પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદી થી આખું ગામ કંપી ઉઠ્યું છે અને દરેકની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. એક તરફ ખુશીના આંસુઓ છે, જ્યારે બીજી તરફ ગર્વના કે આ ગામમાં એક એવો વીર સપૂત જન્મ્યો જેને દેશની રક્ષા કાજે પોતાનાં પ્રાણની આહુતિ આપી દીધી હતી.
ખરેખર આ યુવાન ખૂબ જ નાની વયે પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે પરિવારમાં જાણે આભ ફાટી પડ્યું છે અને ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના એમજ દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામનો યુવક દેશની રક્ષા માટે આર્મીમાં કાર્યરત હતો અને પાંચ વર્ષ પહેલાં જ તે દેશની રક્ષા માટે આર્મીમાં જોડાયેલ હતો અને પોતાની યુવાનીના સમયમાં પોતાનું જીવન દેશની સેવામાં આપ્યું.
આ યુવાન હાલમાંઆર્મીમાં ફરજમાં બજાવતા જવાને જમ્મૂ કાશ્મીરમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

માત્ર 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થઇ ગયા. ખરેખર ધન્ય છે, એ વીર જવાનને જેને ભોમની રક્ષા કાજે જીવ આપ્યો અને હાલમાં જુવાન દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે. શહીદી વહોરનાર જવાનના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહીદ જવાન હરિશસિંહ પરમારના નશ્વર દેહને આવતીકાલે વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી તેના વતનમાં લાવવામા આવશે, ત્યારે સમગ્ર ગામ આખું આ વીર જવાનાં સ્વાગત માટે તૈયાર છે અને ખરેખર ધન્ય છે, એ જનેતા ને જેને આવો વીર સપૂત ને જન્મ આપ્યો હતો.ભાગ્યે જ તમને આવું ક્યાંક જોવા મળશે કારણ કે બહુ ઓછા યુવાનો હોય છે, જે દેશનની રક્ષા માટે આર્મીમાં જોડાઈ છે.આ જવાની શહીદી સદાય અમર રહેશે અને અનેક યુવાનો માટે પ્રેરણાદાયક બની રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!