ગુજરાત ની હચમચાવી દે તેવી ઘટના ! 8 માસ બાદ ખબર પડી કે દેરાણી એ જ જેઠાણીનુ ઢીમ ઢાળી…
ગુજરાત ની હચમચાવી દે તેવી ઘટના ! 8 માસ બાદ ખબર પડી કે દેરાણી એ જ જેઠાણીનુ ઢીમ ઢાળી દીધું હતું. ખરેખર આજના સમયમાં વ્યક્તિ ક્યારે શું કરે એ કલ્પના ન કરી શકીએ. જે કોઈ દિવસ સ્વપ્નમાં ન વિચાર્યું હોય તે નજર સામેં આવી જાય છે. આ ઘટના અંગે વધુ વિગતો જાણીએ કે, કંઈ રીતે આ હત્યા કરવામાં આવી અને હત્યાનો ભેદ કઈ રીતે ઉકેલાયો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, રાણાવાવમાં આજથી આઠ માસ પૂર્વે વૃધ્ધાની હત્યા કરી અને લૂંટ કરવામાં આવી હતી.
આ હત્યાનો ભેદ ઉકેલવામાં પેરોલ ફલો સ્કોવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા મળી છે. આ બનાવને વૃધ્ધાનાં કૌટુંબિક દેરાણીની સંડોવણી ખૂલવા પામી છે. આ દુઃખદ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો રાણાવાવમાં ગત જાન્યુઆરી માસમાં ગોપાલપરા વિસ્તારમાં રહેતા સાજણબેન કરશનભાઇ લાખાણા નામના વૃધ્ધાની હત્યા કરી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ રૂા.90 હજારની લૂંટ કરવામાં આવી હતી.
આ અંગેની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી.પરંતુ પુરાવાના અભાવે આરોપી સુધી પહોચવામાં પોલીસનો પનો ટૂંકો પડતો હતો. પરંતુ આ મર્ડર વીથ લૂંટનો ભેદ ઉકેલાયો ખરો. આ હત્યામાં મૃતક વૃધ્ધાનાં કૌટુંબીક દેરાણી ગંગાબેન લાલજીભાઈ લાખાણાની સંડોવણી હોવાની શંકાનાં આધારે પોલીસે તેમન પુછપરછ કરતાં સમગ્ર હકિકત બહાર આવી હતી અને માટે સોનાના ઘરેણાં માટે જેઠાણીની હત્યા કરી હતી.
આ મહિલા સામે હત્યા અને લૂંટનો ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આજે મર્ડર વીથ લૂંટની ઘટના અંગે ડીવાયએસપી ઋતુ રાબાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સમગ્ર વિગત જાહેર કરી હતી. 8 માસ બાદ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ખરેખર આ ઘટના સમાજના દરેક વ્યક્તિ માટે ચેતવણી રૂપ સમાન છે.