Gujarat

ગુજરાતની બે દીકરીના ઓસ્ટ્રેલિયામાં દુખદ મોત નીપજ્યાં ! બની એવી ઘટના કે જાણી ને હૈયું કંપી જશે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક ગુજરાતીઓ વિદેશની ધરતીમાં રહે છે. આપણા માટે ગૌરવની વાત છે પરંતુ જ્યારે વિદેશની ધરતી પર જ્યારે ગુજરાતીઓનું નિધન થઈ જાય છે, ત્યારે સૌથી વધુ આઘાત ગુજરાતીઓને લાગે છે. હાલમાં જ આવી એક દુઃખદ ઘટના બની. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના પર્થમાં કાર ક્રેસ થવાને કારણે ભુજ તાલુકાના નારણપર અને કોડકી ગામની બે યુવતીઓનું દુઃખદ નિધન થયું છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે કઈ રીતે આ ઘટના બની.

આપણે જાણીએ છે કે ગુજરાતમાં અનેક યુવાનો યુવતિઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. આવી જ રીતે ભુજ તાલુકાના કોડકી ગામની નિધિ લાલજી હિરાણી અને નારણપર ગામની રૂક્ષ્મી પ્રેમજી વાઘજીયાણી પર્થમાં રહેતી હતી અને સૌથી દુઃખ વાત કે બંનેની ઉંમર 20 વર્ષની જ હતી અને ત્યાં જ આવો કાળ તેમને ભરખી ગયો. બંને બહેનપણી નર્સિંગના અભ્યાસ માટે કચ્છથી અહીંયા આવી હતી.

આ ઘટના રવિવારે બની હતી. જ્યારે નિધિ હિરાણી અને રુક્ષ્મી વાઘજિયાણી ટોયોટા કોરોલા કાર સાથે ઓફિસ જઇ રહી હતી ત્યારે જ તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ બંને યુવતીઓ સવારે લગભગ 6.40 વાગ્યે સફેદ ટોયોટા કોરોલામાં જતી હતી ત્યારે રસ્તામાં વળાંક આવ્યો અને અચાનક પાણી ભરેલા તળાવમા તેમની ગાડી ખાબકી હતી. આ ઘટનાને નજરે જોનાર લોકો મદદ માટે આવ્યા હતા. પણ બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું

આ યુવતી જીવનનાં અંત સુધી મોત સામે લડવાનો પ્રયત્ન કર્યો કારણ કે લોકોએ જણાવેલ કે યુવતીઓએ કારની બારીઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેને ખોલી શક્યા ન હતા તો બારીઓ પર ધડાકા પણ માર્યા હતા.મીડિયા દ્વારા એ પણ જાણવા મળ્યું હતું કે, આ ઘટના દરમિયાન યુવતીએ પોતાના અંકલ કેપી હાલાઇને ફોન કર્યો હતો. ત્યારે કાર ઝડપથી પાણીમાં ડૂબી રહી છે. બંનેનાં નસીબ સાથ નહોતા આપી રહ્યા કારણ કે, તળાવ 10 ફૂટથી વધુ ઉંડુ હોવાના કારણે બચાવ માટે આવેલો વ્યક્તિ વધુ મદદ ન કરી શખ્યો.

ત્યાં હજાર કોઈને સ્વિમિંગ આવડતું ન હોવાથી કોઈ કુદયા નહિ.દરમિયાન એક વ્યક્તિ જે તરવાનું જાણતો હતો તે તળાવમાં કુદયો પણ ત્યારે મોડું થઈ ગયું હતું.બાદમાં પોલીસ દ્વારા કલાકો બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ દુઃખદ ઘટનાને કારણે પરિવારમાં ભારે શોક છવાઈ ગયો. બંનેનો પરિવાર મૂળ કચ્છના છે પણ હાલે કેન્યામાં પરિવાર સાથે રહેતા હોવાથી બંનેનું અંતિમવિધિ ત્યાં કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!