Gujarat

રાજ્ય વહીવટી દ્વારા બદલીનો સિલસિલો ચાલુ! લોકલ ક્રાઇમ બ્રાંચના એચ પી ઝાલા સહિત પાંચ પીઆઈની બદલી, આ જિલ્લાઓ નવા પીઆઈ આવશે..

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી અ[પોલીસ વિભાગના અનેક અધિકારીઓશ્રીઓની બદલીઓનો દોર શરૂ થયો છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર ઝાલા, સિંધવ સહિત પાંચ પીઆઈની બદલી, પાંચ નવા ઇન્સ્પેકટર જિલ્લામાં આવશે. ચાલો ત્યારૅ આ બ્લોગ દ્વારા સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે ક્યાં કોની બદલી થઇ છે ને કઈ જગ્યાએ નવા અધિકારીઓશ્રીઓ આવશે?

હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નજીકમાં છે, ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ભારેખમ બદલાવ આવી રહયા છે. જેનો દૌર આજે પણ યથાવત રહ્યો છે. રાજય પોલીસ વડાએ એકસાથે 113 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરી દેવામાં આવી છે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા જ રાજયભરના અનેક પોલીસ સ્ટેશનના PIની બદલીઓ કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતના બિન હથિયાર ધારી 38 PIની બદલી કરાઈ હતી. સૌથી ખાસ વાત એ છે કે, 22 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના 24 GAS અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી હતી તેમજ 10 ઓગસ્ટે 79 નાયબ કલેક્ટર અને 64 જીએએસ કેડરના સિનિયર સ્કેલના અધિકારીઓ બદલાયા હતા, ત્યારે ફરી એકવાર ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજય પોલીસ વડા આશિષ ભાટિયાએ બિન હથિયારધારી 113 પોલીસ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલીનો ગંજીફો ચીપવા આવ્યો છે. જે અન્વયે ગાંધીનગરનાં પાંચ પીઆઈની પણ બદલી કરવામાં આવી છેજેમાં ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ 1નાં ઇન્સ્પેકટર એચ પી ઝાલાની જામનગર તેમજ એલસીબી – 2નાં ઇન્સ્પેકટર જે એચ સિંધવની જુનાગઢ તેમજ ચીલોડા પીઆઈ એમ જી જાડેજાની વડોદરા પીટીએસ તેમજ પી વી વાઘેલાની અમદાવાદ તેમજ હુદડની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે.

આ બદલીની પ્રકિયાને કારણે પાંચ જિલ્લામાં નવા પીઆઇએ આવશે, જેથી વડોદરા શહેરમાંથી પીઆઈ વી આર ખેર, અમદાબાદ શહેરમાંથી પીઆઈ પી બી ખાંભલા, કચ્છ પૂર્વથી પીઆઈ એસ એસ દેસાઈ, અમદાવાદ શહેરથી પીઆઈ પી જે ચુડાસમા, જુનાગઢથી પીઆઈ આર વી વાજાની ગાંધીનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!