ગુજરાત પોલીસ વિભાગમાં મોટે પાયે ફરી એકવાર આ કારણે 63 PSI ની બદલીનો આદેશ…..
હાલમાં ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનાં ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલમાં પોલીસ વિભાગમાં અને મહેસુલ ખાતામાં મોટે પાયે બદલી કરવામાં આવી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યના 63 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે અને નવી ફરજ સોંપવામાં આવી છે. આ સિવાય થોડા દિવસ પહેલા 182 બિન હથિયારી અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
હાલમાં ફરી એકવાર 63 બિન હથિયારી PSIની બદલીઓના ઓર્ડર નિકળ્યા છે. જેમાં અમદાવાદના સિદ્ધરાજસિંહ ગોહિલ અને અમરેલીના અજયસિંહ સરવૈયા જામનગર મુકાયા છે, તો અમદાવાદના વિપુલ શિંગરખીયાને દેવભૂમી દ્વારકા ખાતે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે જામનગર ફર્લો સ્કોર્ડના અશ્વિન ગરચર રાજકોટ મુકાયા છે. આમ 63 PSI ની બદલીનો ગંજીફો ચાંપવામાં આવ્યો છે.
એક તરફ ગુજરાતમાં ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આચારસહિતા પૂર્વે જ બદલીને ઓર્ડર કરવામાં આવ્યા છે અને તમામ અધિકારીઓને જ્યાં પોતાની બદલી કરવામા આવી છે, ત્યાં ફરજની જગ્યાએ પહોંચીને પોતાની જવાબદારીઓ પણ સંભાળી લીધેલ છે. આપણે જાણીએ છે કે ગઈકાલ નાં રોજ ડેપ્યુટી કલેકટર ની બદલી તેમજ મામલતદારની બઢતીના આદેશ આપવામાં આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે, આગામી સમયમાં અન્ય વિભાગમાં પણ બદલીને આદેશ થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.