‘નવ’ દુર્ગાનું અવતરણ ! ગુજરાત ના આ હોસ્પિટલ મા પ્રથમ નોરતે એક સાથે 9 દિકરીઓ નો જન્મ..જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ જગતમાં ક્યારેક એવી ઘટના બને કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. હાલમાં એક તરફ નવરાત્રીનું પાવન પર્વ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ શહેરની હોસ્પિટલમાં એક અનોખી ઘટના બની છે. વાત જાણે એમ છે કે, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલનું નવરાત્રિના પ્રથમ નોરતે હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું ખાર્તમુહર્ત થોડા જ સમય પહેલા કરવામાં આવેલ હતું અને આ બિલ્ડીંગમાં સ્ત્રીઓ તથા બાળકોનો વિભાગ હાલ શરૂ થયેલ.
હાલમાં નવરાત્રીનાં બીજા દિવસે એક એવી ઘટના બની કે, તમે જાણીને આશ્ચય થશે કે, નિષ્ણાત ડોક્ટર ચિરાગ ઠુંમર દ્વારા આસો નવરાત્રિના પ્રથમ નોરતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતે 11 ડિલેવરીઓ કરાવવામાં આવી હતી. જેમાં 2 દીકરાઓને 9 બાળકો એ દીકરીઓ જન્મી હતી. આ ઘટના એક રીતે સામાન્ય લાગે પરંતુ એક આસ્થા અને શ્રદ્ધાની નજરથી જોઈએ તો જાણે નવદુર્ગાનું આગમન થયું હોય.
બાળકીઓની કિલકારીઓ ગુંજતા જ હોસ્પિટલમાં સાક્ષાત નવદુર્ગાનું અવતરણ થયો હોય એવી અનુભૂતિ થઇ હતી. આ આશ્ચયજનક ઘટના અંગે ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુમર જણાવેલ કે, આયુષ્માન ભારત યોજના અંતર્ગત રામ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી તેમજ નોર્મલ ડિલિવરીઓ કરાવવામાં આવે છે જે યોજના અંતર્ગત દર્દીને કોઈપણ જાતની ખર્ચ વગર જ પોતાની સારવાર સારી ગુણવત્તા સહિત મળી રહે છે.
સુરક્ષિત રીતે તમામ મહિલાઓની ડિલિવરી કરવા બદલ11 બાળકો ના માતા પિતાએ ગોલ્ડમેડાલિસ્ટ ડોક્ટર ચિરાગ ઠુંમરને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા અને આવી જ રીતે અવિરતપણે લોકોની સતત સેવા કરતા રહો એવા આશીર્વાદ આપ્યા હતા. ખરેખર આ ઘટના ખૂબ જ ચર્ચામાં છે અને લોકોમાં પણ એક રીતે કુતુહલ સર્જાયું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.