આ સમાજની બહેંનો લાખો રુપીઆ ના ઘરેણા પહેરી પરંપરાગત ગરબા રમે છે ! વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો
આપણે ગુજરાતીઓની ઓળખ વિશ્વભરમાં છે.ખાસ કરીને આપણી ઓળખ સંસ્કૃતિ અને પરંપરાના લીધે છે. હાલમાં એક તરફ નવરાત્રી ચાલુ છે, ત્યારે વિશ્વમાં ખૂણે ખૂણે ગરબા રમાઈ રહ્યા છે. ગરબાના પણ અનેક પ્રકાર છે, ત્યારે આજે અમે આપને એક એવા રાસ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને પણ ગર્વ થશે. વાત જાણે એમ છે કે, હાલમાં સોશીયલ મીડિયામાં મહેર સમાજનો બહેનો પરંપરાગત રાસ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા છેલ્લા 23 વર્ષથી પોરબંદરના ચોપાટી મેદાનમાં નવરાત્રિનું સુંદર આયોજન કરી રહ્યું છે. હાલમક આધુનિકતા ભળી હોય એમા ગરબાનું સ્થાન ડિસ્કો ડાન્સ લઈ રહ્યું છે અને ગરબીઓનું મ્યુઝીક પણ પાર્ટીમય બની ચુક્યું છે. ત્યારે મહેર સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ પોરબંદરમાં પાંચમા નોરતે મહેર સમાજના પારંપરીક પોશાક પહેરીને જ મહીલા અને પુરુષો ગરબા રમે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં જ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોનાના આભૂષણોથી સજ્જ મહિલાઓને ગરબા જોઈને જાને એવું લાગે સ્વંય જગત જનની મા અંબા ગરબે રમી રહ્યા છે. મહિલાઓ પારંપરીક મહેરનો રાસ રમતી વેળાએ ઢારવો અને કાપડા સાથે દરેક મહિલા લાખો રુપિયાના સોનાના દાગીના પહેરીને ભાતીગળ રાસ રમતી જોવા મળે છે. જ્યારે મણીયારા રાસ રમતી વેળાએ પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરી મણીયારો રાસ રમે છે.
મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપ પ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે મેર એ ખમીરવંતી જાતિ ઘણાય છે અને તેમણે પ્રાચીન સમયમાં જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત પણ હાસલ કરી હતી ત્યારે બુંગીયો ઢોલ વગાડવામાં આવ્યો હતો. જેના કારણે પુરૂષોને યુદ્ધમાં લડવાનો જુસ્સો મળે.યુદ્ધ બાદ આવિજ્યોત્સવ મનાવવામાં આવતો હોય છે મણિયારો રાસ રમવા શરણાઈ ,ઢોલ,અને પેટી વાજુ જેવા સંગીત વાદ્ય હોય છે.