Gujarat

ગુજરાતના નાના એવા ગામ ની ખેડૂત પરીવાર ની દીકરી ઈન્ડિયન નેવી મા પસંદગી પામી ! કોળી સમાજ અને..

આજના સમયમાં અનેક પ્રકારની ઘટનાઓ બને છે, જે ખૂબ જ   પ્રેરણાદાયી હોય છે. આપણે જાણીએ છે કે, અનેક દીકરીઓ આજે પોતાના પરિવારનું અને દેશનું નામ રોશન કરી રહી છે.આજે અમે આપને એમ એવી દીકરી વિશે વાત કરીશું કે, તમે જાણીને  પણ ગૌરવ અનુભવશો.કાજરડી ગામના ખેડૂત પરિવારની દિકરીની ઇન્ડિયન નેવીમાં પસંદગી થતા જ કોળી સમાજ સાથે તાલુકા અને ગામનું નામ રોશન કર્યું છે.

આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવી રહી છે, ત્યારે ખેડૂતની એક દીકરીએ  અથાગ પરિશ્રમ થકી નેવીમાં પસંદગી પામી છે. આ સફળતાની કહાની વિશે જાણીએ તોબીજલનું નેવીમાં સિલેક્શન થતાં સમગ્ર તાલુકા અને કોળી સમાજનું ગૌ૨વ તેણે વધાર્યું હતું. આ બદલ તેમનાં પરિવાર તથા તાલુકાના કોળી સમાજના આગેવાનો દ્વારા દિકરીએ આ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ખેડૂત દીકરી બીજલ રાઠોડની દિકરી કિરણ બીજલ રાઠોડે ઈન્ડિયન નેવીની ભરતીમાં સિલેક્ટ થઈ હતી અને હાલમાં જ  બીજલની ટ્રેનિંગ માટે પસંદગી થઈ છે જે હાલ ઓડીશા ખાતે ચિલ્કા નુકાર્સ ટ્રેનિંગ આપી રહી છે. સમગ્ર ગુજરાત કોળી સમાજમાંથી પ્રથમ વિદ્યાર્થીની કિરણનું ઇન્ડિયન નેવીમાં સિલેક્શન થતાં સમગ્ર ગુજરાત કોળી સમાજ અને ઉના તાલુકા સાથે પોતાના વતન કાજરડી ગામનું નામ રોશન કરી ગૌરવ વધાર્યુ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!