Gujarat

મૈંડૂસ વાવાઝોડાનો ખતરો! દક્ષિણ ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે બે દિવસ માવઠું થવાની આગાહી

હાલમાં એક તરફ શિયાળાની ઋતુ શરૂ થઈ છે, ત્યાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં અસર થવાની આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાના કારણે ઠંડીનું જોર વધવાની તથા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ભારમાં હિમવર્ષાના લીધે પણ રાજ્યમાં ધીમે-ધીમે ઠંડી જોર પકડશે.દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતની અસર જોવા મળી રહી છે. આ સાથે વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગોમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, રાજ્યમાં બે દિવસ માવઠું થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રીય બન્યતા તેની અસર ગુજરાત પર પણ થઈ શકે છે. રાજ્યમાં શનિવારે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી સમયમાં પણ આ સ્થિતિ રહેશે. જોકે, આજથી તાપમાનમાં ફરક વર્તાઈ શકે છે. ગુજરાતમાં 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ભાગમાં સામાન્ય માવઠાની સંભાવના છે.

માવઠાની સંભાવના દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં છે. જ્યાં હળવો કમોસમી વરસાદ થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 11.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. આ સિવાય અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!