ગુજરાતના આ ગામ મા બની વિચિત્ર ઘટના ! ડીજે થી છંછેડાયેલી મધમાખી એ જાનૈયાઓ ના મોઢા સોજવાડી દીધા…કુલ 100….જુઓ તસવીરો

હાલમાં એક એવી ઘટના લગ્ન સમયે ઘટી કે જેની ચર્ચા ચરોતરફ થઇ રહી છે. આ બનાવ ખરેખર ખુબ જ ચોંકાવનાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના મહીસાગર ગામ મા બની વિચિત્ર ઘટના ! ડીજે થી છંછેડાયેલી મધમાખી એ જાનૈયાઓ ના મોઢા સોજવાડી દીધા.ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવી.

 

આ ઘટના મહીસાગરના સંતરામપુરમાં બની હતી કે જેમાં લગ્નમાં આવેલા ઘણાં મહેમાનોને મધમાખી કરડી ગઈ ગઈ છે. અચાનક મધપૂડો છંછેડાયા બાદ લગ્નમાં આવેલા મહેમાનોએ દોડાદોડી કરી મૂકી હતી. મધમાખીના હુમલા બાદ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલીવાર આવો બનાવ બન્યો કે લગ્ન સમયે આવી વિચિત્ર આફ્ત સામે આવી હોય.


માનવામાં આવી રહ્યું છે કે ડીજેના વાઈબ્રેશનના કારણે મધપૂડો છંછેડાઈ ગયો હતો. આ પછી જાનૈયા પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં જાનમાં આવેલા મહેમાનો ઘાયલ થઈ ગયા હતા.. આ ઘટનામાં 100 જેટલા જાનૈયાઓને મધમાખીએ ડંખ મારતા તેઓ ઘાયલ થયા હતા.

તમે આ ઘટનાની તસવીરોમાં જોઈ શકો છો કે ખેતરની વચ્ચે બાંધવામાં આવેલા મંડપમાં જાનૈયા બેઠેલા દેખાય છે અને અહીં નજીકમાં એક ઝાડ પર મધપૂડો હતો તે છંછેડાયો હતો.

મધમાખી ઉડતા મહેમાનોએ બચવાની કોશિશ કરી હતી પરંતુ ઘણાંના શરીર પર મધમાખી ચોંટી પડી હતી. જેમાં કેટલાક મહેમાનોને મધમાખીના ડંખ વાગતા તેમના મોઢા ફૂલી ગયા હતા.

આ ઘટના એક રીતે દુઃખદાયી પણ છે અને સાથો સાથ રમુજી પણ કહેવાય કારણ કે આવો વિચિત્ર બનાવ પહેલીવાર બન્યો કે મધમાખી કોઈના લગ્નમાં બાધારૂપ બની હોય. આ દ્રશ્યો જોઈને ભલભલાના હોશ ઉડી જાય.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *