અકસ્માત પહેલા સાયરન મિસ્ત્રી એ ગુજરાત ની આ જગ્યા ની મુલાકાત લીધી હતી ! સામે આવી એવી તસવીરો કે જોઈ ને…
આ જીવ ક્યારે છોડીને ચાલ્યો જશે એ કોઈ નથી જાણતું. હાલમાં જ ટાટા ગ્રુપમાં પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમા નિધન થઇ ગયું. ખરેખર આ દુઃખદ ઘટના છે, જેના લીધે સૌ કોઈ લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી છે. હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, અક્સમાત પહેલા સાયરસ મિસ્ત્રીએ ગુજરાતનાની આ ખાસ જગ્યાની મુલાકાત લીધી હતી. ચાલો અમે આપને આ બ્લોગ દ્વારા જણાવીએ કે, આખરે અંતિમ સમયે ગુજરાત શા માટે આવ્યા હતા અને શા માટે એ જ જગ્યાની મુલાકાત લીધી હતી.

પ્રાથમિક માહિતી મુજબ રોડ અકસ્માત મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો.મિસ્ત્રીની મર્સિડિઝ કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ 4 લોકો સવાર હતા. આ એક્સીડન્ટમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. દુર્ઘટના પછી મિસ્ત્રીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. સાયરસે 1991માં પોતાનો ફેમિલી બિઝનેસ જોઈન કર્યો. તેમને 1994માં શાપૂરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. તેમના નેતૃત્વમાં કંપનીએ ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબા રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું નિર્માણ કર્યું. પાલોનજી ગ્રુપનો બિઝનેસ કપડાંથી લઈને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને બિઝનેસ ઓટોમેશન સુધી ફેલાયેલો છે
.
ડિસેમ્બર 2012માં રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ સાયરસ મિસ્ત્રીને આ પદ સોંપવામાં આવ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સના સૌથી યુવા વયના ચેરમેન હતા.મિસ્ત્રી પરિવારની ટાટા સન્સમાં 18.4% ભાગીદારી છે. તેઓ ટાટા ટ્રસ્ટ પછી ટાટા સન્સમાં બીજા મોટા શેર હોલ્ડર્સ છે.તમને જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીની પોતાની સંપત્તિ 1000 કરોડથી વધુ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાયરસ અકસ્માત પહેલા ગુજરાતમાં ઉદવાડામાં આવેલ પારસીઓનાં પવિત્ર સ્થળ ની મુલાકાત લીધી હતી અને આ જગ્યાની તેમની સફેદ શર્ટમાં અંતિમ તસ્વીર સામેં આવી છે.

ઉદવાડામાં આવેલું અગિયારી પરસીઓનું સૌથી પવિત્ર યાત્રાધામ છે અને સાયરસ મિસ્ત્રી મુંબઈ જતા પહેલા આ સ્થાનમાં જ રોકાયા હતા.ઇરાનથી આવેલ પારસીઓએ સાથે લાવેલ અગ્નિ અહીંયા છે જેને આતશબહેરામ કહેવાય છે. આ જ પવિત્ર અગ્નિના દર્શન કરવા તેઓ અહીંયા આવેલા હશે. સાયરસ મિસ્ત્રી પોતે પણ પારસી છે. ઉદવાડામાં આ તેમની અંતિમ મુલાકાત સૌ કોઈ માટે યાદગાર બની ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયામાં માત્ર આ તસવીરો વાયરલ થઈ રહી છે.

