Gujarat

ચુંટણી ની જાહેરાત પહેલા જ “આપ” ના 10 ઉમેદવારો નામ જાહેર જાણો કોણ ક્યાથી ચુંટણી લડશે

ગુજરાત રાજ્ય એ ભાજપનું ગઢ કહો કે ઘર પણ આ વખતે ગુજરાતની વિધાન સભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ઝાડું લઈને કમળોને ગુજરાતમાંથી સાફ કરવાના વિચાર સાથે તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસ અને ભાજપ પાર્ટી પહેલા જ આપ પાર્ટી એ પોતાના પહેલા 10 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ બ્લોગ દ્વારા તમે જાણી શકશો કે, ક્યાંથી કોણ ચૂંટણી લડશે? આ સંપૂર્ણ વિગતો દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ પ્રકાશિત થયેલ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે આદમી પાર્ટી(AAP) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે અને આજે 10 ઉમેદવારની પહેલી યાદી જાહેર થઈ છે.

આપ પાર્ટી આગામી યોજાવનાર ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો ઉપર ચૂંટણી લડશે. આજે દસ જેટલા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી છે આ વર્ષે આપ અને BTPનું ગઠબંધન છે, ત્યારે BTP જે સીટ પર ઉમેદવાર ઊભો રાખશે ત્યાં આમ આદમી પાર્ટી તેને સપોર્ટ કરશે. તમામ બેઠકમાંથી કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી અને કઈ સીટ પર BTP લડશે, તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.

આજ રોજ આપ પાર્ટીએ દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથ બનાવેલી વિધાન સભાનાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. જેના નામો આ મુજબ છે. ૧ ભેમાભાઈ ચૌધરી દિયોદર ૨ શિવલાલ બારસિયા રાજકોટ દક્ષિણ ૩ વશરામ સાગઠિયા રાજકોટ ગ્રામ્ય૪ સુધીર વાઘાણી ( ગારિયાધાર )૫ સાગર રબારી (બેચરાજી )૬ રાજેન્દ્ર સોલંકી ( બારડોલી ) ૭ અર્જુન રાઠવા ( છોટાઉદેપુર ) ૮ ઓમપ્રકાશ તિવારી( નરોડા )૯ રામ ધડુક કામરેજ( સુરત) ૧૦ જગમાલ વાળા ( સોમનાથ ) આ લિસ્ટ જાહેર થતાની સાથે આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ દરેક ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી અને આગામી નવા ઉમેદવારોના નામ ટુંક સમયમાં જાહેર થશે.

ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક એક નાગરિક સુધી પહોંચી શકે તેના માટે આ વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે પછી ભાજપ જોડે બેસી જશે. આ તમામ ખબરોમાં પ્રજાજનો માત્ર એ રાહ જોઇને બેઠું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કોનો ચહેરો આપ લોકો સમક્ષ મુકશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!