ગુજરાત મા આમ આદમી પાર્ટી ને બેઠી કરનાર ગોપાલ ઈટાલીયા ગુજરાત ના આ નાનકડા ગામથી છે ! જાણો તેમના વિશે…
ગુજરાતમાં ભાજપને ટક્કર દેવા આપ પાર્ટી ખૂબ જ સંઘર્ષ કરી રહી છે. આમ પણ જ્યારે સુરત મહાનગર પાલિકાનું પરિણામ આવ્યું ત્યારે 27 બેઠકો સાથે આપ પાર્ટી એ પોતાનું વર્ચસ્વ જમાવ્યું. સુરત શહેરમાં આપને સફળતા મળી ગોપાલ ઇટાલીયા દ્વારા અને આ સુરત મહાનગર પાલિકામાં એક ઐતિહાસિક પરિણામ કંઈ શકાય. જ્યારે સુરતમાં મહાનગર પાલિકાનું પરીણામ આવ્યું, ત્યાર પછી ગોપાલ ઇટાલિયા ચર્ચાના આવી ગયા. ભાગ્યે જ કોઈ ગોપાલ ઇટાલિયાનાં જીવન વિશે જાણતું હશે.
ચાલો અમે આપને જણાવીએ કે, ગોપાલ ઈટાલિયા કોણ છે? ગોપાલ ઇટાલિયા મૂળ ભાવનગરના વતની છે અને ભાવનગરનુ એક નાનુ એવુ ગામ ટીંબી જયાના તેવો વતની છે. તેમણે કૉલેજનું શિક્ષણ અમદાવાદમાંથી લીધું છે અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે. હાલમાં તેઓ સુરતમાં રહે છે અને આપ પાર્ટીનું નેતુત્વ સંભાળી રહ્યા છે. રાજકારણમાં આવ્યા તે પહેલાં તેઓ એક સરકારી કર્મચારી હતા અને ત્યાર બાદ એક સામાજિક કાર્યકર્તા તરીકે સક્રિય રહ્યા હતા.

ગોપાલ 12મા ધોરણના શિક્ષણ પછી ઘરની જવાબદારીઓ કારણે ઘણા પ્રકારની નોકરી કરી. વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી. અને પછી લોકરક્ષક દળમાં જોડાયા. સ ડિગ્રી પણ પૉલિટિકલ સાયન્સની લીધી.અમદાવાદ કલેક્ટર ઑફિસમાં ક્લાર્ક તરીકે નોકરી મળી. પછી બદલી ધંધુકા થઈ. ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં નીતિન પટેલને રાજ્યમાં પ્રૉહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે એક ફોન કૉલ કર્યો હતો.

આ ફોન કૉલનો ઓડિયો વાઇરલ થયો હતો. જોકે આના કારણે ગોપાલ ઈટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી. આ વિવાદને પગલે ગોપાલ ઈટાલિયા એકાએક સોશિયલ મીડિયાથી લઈને જાહેર બાબતોમાં એક ચર્ચિત નામ બની ગયા હતા.તેમણે ગુજરાત વિધાનસભાની બહાર ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ પણ ફેંક્યું હતું. રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ મામલે વિરોધ દર્શાવવા આવું આ ઘટના પછી તેઓ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા હતા અને તેમની સામે કેસ થયો હતો.ગોપાલ ઈટાલિયા રાજ્યમાં વિવિધ સ્થળોએ અને સોશિયલ મીડિયા થકી ‘કાયદા કથા’ નામે કાર્યક્રમો કરીને પણ ચર્ચામાં આવ્યા.

જેમાં તેમણે વિવિધ કાયદાઓ અને બંધારણ વિશે લોકોને માહિતગાર પણ કરવાની કોશિશ કરી. ગોપાલની લોકપ્રિયતામને કારણે ગોપાલ ઈટાલિયા ગુજરાતમાં કેજરીવાલ માટે મહત્ત્વના પુરવાર થઈ શકે તેમ હતા.રાજકીય આલમમાં ચર્ચાઓ પણ છે કે ગોપાલ ઈટાલિયાની લોકપ્રિયતામાં થતો વધારો અને તેમની રાજનીતિની સ્ટાઇલને કારણે કેજરીવાલે તેમને પાર્ટીની કમાન સોંપી છે.ગોપાલ ઇટાલિયા યુવા નેતા છે અને લોકપ્રિય પણ છે. એટલે પાર્ટીએ ગુજરાતમાં જમીન તૈયાર કરવા માટે આ વખતે યુવા નેતાની પસંદગી કરી છે.
