અમદાવાદ : 75 વર્ષ ના વૃધ્ધ ને વિડીઓ કોલ મા ફસાવવા મહીલા એ ભારે કાવતરુ કર્યુ પણ ! વૃધ્ધે એવી હિમ્મત દેખાડી કે…
સોશિયલ મીડિયામાં આજકાલ ઓનલાઈન ફ્રોડ અને હનીટ્રેપ તેમજ લોકો સાથે અનેક રીતે છેતરપિંડી કરવામાં આવે છે. આ કિસ્સાઓમાં મોટેભાગે દરેક વયના લોકો શિકાર બને છે. મોટાભાગમાં યુવાનોને યુવતીઓ અને મહિલાઓ સાથે વાત અને વીડિયો કોલ કરવાના બહાને ફસાવવામાં આવતા હોય છે અને યુવાનો આખરે ફસાય પણ જાય છે. હાલમાં જ સાઉથ બોપલમાં રહેતા 75 વર્ષના વૃદ્ધ સાથે આવી જ એક ઘટના બની છે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એક દિલ્હીની મહિલા દ્વારા તેમને વિડીયો કૉલ પર સતત નગ્ન થવા માટે કહી રહી હતી અને એક વ્યક્તિત દિલ્હીનો પોલીસકર્મી હોવાની ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યો છે.
આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ શહેરની યુનિવર્સિટીમાં એડવાઈઝર તરીકે પણ ફરજ બજાવતા વૃદ્ધને તા. 9 સપ્ટેમ્બરે વોટ્સએપ એક મહિલા વિડીયો કોલ પર મને નગ્ન થવા માટે દબાણ કર્યું હતું પણ વૃદ્ધ મહિલાની વાતોમાં ન આવ્યા અને બીજી વ્યક્તિ શોધી લે તેમ કહ્યું હતું પણ વારંવાર કોલ આવતા વૃદ્ધ એ ફોન ઉપાડ્યો હતો. વીડિયોમાં કોલમાં મહિલા બાથરૂમમાં નગ્ન થઈ ગઈ હતી.
આ જોઈને વૃદ્ધએ ફોન કાપી નાખ્યો હતો.” વૃદ્ધ એ કહ્યું હતું કે મહિલા તેંમને કહ્યું હતું કે હું લગભગ બે વર્ષથી શારીરિક સંબંધોમાં સક્રિય નથી. જેથી વૃદ્ધ એ 5 મિનિટ માટે વીડિયો કોલ કરેલ. તેમને લાગ્યું કે આનાથી મહિલાને મદદ મળી શકે છે. બીજા દિવસે મહિલા વિડીયોનું રેકોર્ડિંગ મોકલેલ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાની ધમકી આપી હતી.
વૃદ્ધ હિંમત દેખાળી કે તેની પાસે પણ વીડિયો છે તો મહિલાએ કહ્યું કે તેને જો તેઓ વાયરલ કરે તો તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. આ ઘટના બાદ આ પછી વિક્રમસિંહ રાઠોડ નામની ઓળખ આપનારા શખ્સે પોતે દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હોવાનું કહીને ફોન કર્યો હતો.બીજી તરફ વૃદ્ધે પણ હિંમત કરીને. બોપલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોતાની સાથે બનેલી ઘટના અંગે ફરિયાદ કરીને અને આ મામલે પોલીસને તપાસ કરવા માટે અરજ કરી છે. હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે પણ ખરેખર વૃદ્ધની હિંમત અને સમજદારીની દાદ દેવી પડે.