અમદાવાદની આ જગ્યાઓ જ્યાં ખાવા માટે લોકીની ભીડ જામેં છે, એકવાર તો સ્વાદ માણવા આ જગ્યાની મુલાકાત લો..
ગુજરાતનું ધબકતું હ્દય એટલે અમદાવાદ શહેર! અમદાવાદ શહેરમાં અનેક રીતે પખ્યાત છે, જેના ગુણગાન ગાવા ઓછા કહેવાય! આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની પ્રખ્યાત વાનગી વિશે જાણીશુ. જ્યારે પણ તમે અમદાવાદ શહેરમાં આવો ત્યારે આ જગ્યા ની જરૂર મુલાકાત લેજો અને એમાં પણ સ્વાદપ્રેમીઓ વ્યક્તિ માટે તો આ સ્વર્ગ થી સોહામણું બની જશે. આમ પણ કેહવાય છે ને કે, ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન કહેવાય છે. ત્યારે ખાવાનું નામ આવે એટલે ગુજરાતીઓ ક્યારેય પાછા ન પડે.
આજે અમે આપને અમદાવાદઃ શહેરની સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જણાવશું.જો અમદાવાદી છો તો તમારા વિસ્તાર માં પણ કંઈક પ્રખ્યાત ખાવાની વસ્તુ મળતી જ હશે. તમારા વિસ્તાર માં શું ખાવાનું પ્રખ્યાત છે તે કોમેન્ટમા જરૂર જણાવજો. અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ શું શું પ્રખ્યાત કે જેના માટે લોકો દૂર દૂર થી ખાવા માટે આવે છે અને ખુબજ લાંબી લાઈનો કરે છે. અહીંયા ફાઈવ સ્ટાર હોટેલ કરતાંય વધુ ભીડ લાગી હોય છે, ત્યારે આજે અમે આપને અમદાવાદઃ ની ગલી ગલીઓમાં મળતી સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જણાવશું.
સૌથી પહેલા આપણે મણીનગરનમાં મળતી માસીની પાણીપૂરી, ઋતુરાજના મસ્કાબન-ચા, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, ઑનેસ્ટના ભાજી પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા, લસ્સી, જનતાનો કોકો, નેહરુનગર ના ગાંઠિયા વગેરે વનાગીઓ ખૂબ જ લોકપ્રિય છે.ગુજરાતના દાળવડા, રાયપુરના ભજીયા, ફરકીના ફાલૂદા, એમબીએ ચાયવાલા, ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ. રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ, ચારભૂજાની સેન્ડવીચ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, શશીનુ ચવાણું વગેરે. આ સિવાય તો અમદાવાદ હજુ ઘણી એવી જગ્યા છે જ્યાં અનેક સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા, સાબરમતી જેલના ભજીયા, કર્ણાવતીની દાબેલી,મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવીચ.સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, સેટેલાઈટમાં શક્તિની ભાજી પાંવ, ગુજરાત યુનિવર્સિટીના ઢોંસા.જશીબેનના પિઝા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોળાફળી, જયભવાનીના વડાપાંવ, સી.જી. રોડ પર આર.કે.ની ભાજી પાંવ,ખોખરાના ઇડલી, ચાર રસ્તાની ઇડલી.વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ ખુબજ પ્રખ્યાત છે.
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાજોર, ખાખરા અને ઢોસાના ખાખરા, સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી, એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ, અંકુરના આણંદ દાલવડા, નિકોલ માં દિનેશના ભજીયાઅને દાસ ના ખમણ.શુકન ચોકડી ની ભાજી પાઉં, ક્રષ્ણનગરમાં માસીની 7 પાણીની પાણીપુરી, તો આ હતી અમદાવાદ ના ખૂણા ખાચરાની ખુબજ પ્રખ્યાત વાનગીઓ.
