ગુજરાતના આ ગામ મા કુવાના ખોદકામ વખતે મળી ભગવાન બુદ્ધની મૂર્તિઓ ! જુઓ તસ્વીરો આ અગાવ પણ…
અનેક વખત એવી એવા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમા ખોદકામ દરમ્યાન કોઈ જુની પુરાણી વસ્તુઓ મળી હોય. ઘણી વખત ઘરેણા કે મૂર્તિઓ મળી આવતી હોય છે. આમ પણ ભારત દેશ ની પ્રાચીન સભ્યતાના નો દેશ માનવા મા આવે છે. ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લા મા આવેલા બેચરાજી તાલુકાના ગાભુ ગામમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવી છે.
આ અંગે વિગતે વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ગઈકાલે મહેસાણા જીલ્લા ના બેચરાજી તાલુકાના ગાભુ ગામ મા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી ચાલુ હતી ત્યારે કુવાનું ખોદકામ 10 ફુટ જેટલે સુધી પહોંચતા ભગવાન બુદ્ધ ની બે મૂર્તિઓ સામે આવી હતી જે આરસ ની હતી જેમાની એક સફેદ અને બીજી કાળા કલર ની હતી.
જ્યારે આ વાત ની જાણ સરપંચ ને કરવા મા આવી હતી અને સરપંચ દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરાતા પોલીસઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે જેસીબીની મદદથી મૂર્તિ બહાર કાઢવામાં આવી હતી. પોલીસ ધ્વારા કાઢવા મા આવેલી આ બંન્ને મૂર્તિઓ આરસ ની છે અને ખંડીત થયેલી હાલત મા હોય તેવું જાણવા મળેલ છે.
આ પ્રથમ વખત નથી જ્યારે આ ગામ માથી કોઈ પૌરાણિક વસ્તુઓ મળી આવી હોય આ અગાવ પણ આ ગામ માથી ઘણી વખત ખોદકામ દરમ્યાન અન્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી હોય તેવી ઘટના ઓ પહેલા સામે આવી ચુકી છે. જ્યારે આ ઘટના ને પગલે આજુબાજુ ના ગામ લોકો મા પણ ઉત્સુકા જોવા મળી હતી અને લોકો ના ટોળા ને ટોળા આ મૂર્તિઓ જોવા ઉમટી પડ્યા હતા.