Gujarat

ચારધામ યાત્રાએ ગયેલા પટેલ યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નિપજ્યુ છે. ! અંતિમ સંસ્કાર….

હાલમાં ચારધામની યાત્રા ચાલુ છે, ત્યારે અનેક ભાવિ ભક્તો ભોળાનાથ મહાદેવના દર્શનાર્થે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચય થશે કે ચારધામ યાત્રામાં આ વર્ષે અત્યાર સુધી 44 શ્રદ્ધાળુઓનું દુઃખ નિધન થયેલ છે. જેમાં ખાસ કરીને સૌથી વધારે નિધન કેદારનાથ ધામમાં થયા છે. કારણ કે, ચાર ધામમાં સૌથી કઠિન યાત્રા કેદારનાથની છે, અહી પહોંચવા માટે ગૌરીકુંડથી 18 કિમીનુ ચઢાણ કરીને પહોંચવુ પડે છે. શ્રદ્ધાને કારણે મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરવાનુ પસંદ કરે છે.

ભગવાનના ભાવપૂર્વક દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓનું કેદારનાથ યાત્રા માર્ગથી લઈને ધામ સુધીમાં ઓક્સિજનના અભાવને કારણે મોત થાય છે. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, ચારધામ યાત્રાએ ગયેલા પટેલ યુવકનું કેદારનાથની ઊંડી ખીણમાં પડવાથી મોત નિપજ્યુ છે. આ ઘટના વિશે વધુ વિગતવાર જાણીએ કે આખરે કંઈ રિતે આ યુવાનનું નિધન થયું અને આખરે તેના મૃતદેહનું શું કરવામાં આવ્યું?

મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે,પારડીના કલસર ગામના 40 ભક્તોનું ગ્રૂપ થોડા દિવસ પહેલા ચારધામની યાત્રાએ ગયુ હતુ.જેમાં કલસર ગામના સડક ફળિયામાં રહેતા ધનિશ ભીકુભાઈ પટેલ (ઉંમર 32 વર્ષ) પણ આ ગ્રૂપ સાથે ચારધામ જાત્રાએ ગયો હતો. જેનું કેદારનાથ જતા માર્ગે ઊંડી ખીણમાં ગરકાવ થયો હતો.ત્યાં જ તેની અંતિમક્રિયા કરવાની ફરજ પડી હતી. 

આ ઘટના વિશે વિગતવાર જાણીએ તો રામપુરમાં વહેલી સવારે ધનિશ કામથી હોટલ બહાર નીકળ્યો હતો, જ્યાં તે નજીકની એક ખીણમાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ આ બાબતની જાણ તેના ગ્રૂપ અને પોલીસને કરી હતી. જેથી તાત્કાલિક ધનિશને શોધવા રેસક્યૂ ઓપરેશન ચલાવાયુ હતુ. જેના બાદ ધનિશનો મૃતદેહ પહાડીમાઁથી મળી આવ્યો હતો. ભક્તોના ગ્રૂપ દ્વારા આ વિશે કલસરમાં રહેતા તેના પરિવારજનો જાણ કરવામાં આવી હતી. આ જાણીને તેના પરિવારમાં શોકનો માહોલ ફેરવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!