Gujarat

ગુજરાતનો નાનો સચિન તેંડુલકર! ગુજરાતના આ ગામમાં જોવા મળ્યો 5 વર્ષનો ક્રિકેટર, રમવાની ઉંમરે તેને મેળવ્યું….

ખરેખર ગુજરાતની તાશીર જ એવી છે કે, અહીંયાનાં દરેક લોકોમાં કંઈકને ખાસિયત રહેલી છે, જેના દ્વારા લોકો ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. ખરેખર આજે અમે આપને એક એવા બાળક વિશે જણાવીશું જેને ખૂબ જ નાની વયે અનેરી સિદ્ધિ મેળવી છે. આપણે જાણીએ છે કે, ગુજરાતે ભારતીય ટીમને અનેક ક્રિકેટર આપ્યા છે, ત્યારે હવે ભવિષ્યના પણ દેશને એક ક્રિકેટ મળી શકે છે. બાળપણમાં રમકડા રમવાની ઉંમરે ક્રિકેટનો બેતાબ બાદશાહ બની રહ્યો છે.

ગુજરાતનું જામનગર શહેર એટલે જામરણજીતસિંહની નગરી, આ શહેરને ક્રિકેટની નગરીનુ ઉપનામ પણ મળ્યુ છે. અહીંયા ક્રિકેટ પ્રેમ દરેક વ્યક્તિમાં છે. આજે આપણે વાત કરીશું આ શહેરના માત્ર પાંચ વર્ષના બાળક વિશે જેનો ક્રિકેટપ્રેમીઓ પણ દંગ રહી જાય છે. આ બાળક શાનદાર બેટીંગ કરે છે. તમે જ્યારે આ પાંચ વર્ષનો બાળક સમર્થ મિલન પટેલ ને રમતા જોશો તો સચિન ની યાદ આવશે.

નાની જ ઉંમરે સમર્થનાં પિતા મિલન પટેલ ક્રિકેટ અને અનેક સ્પોર્ટની તાલીમ આપે છે. તેમજ ખાસ વાત એ કે ,અત્યારથી જ ક્રિકેટના મેદાનમાં, ઘરે છત પર, શેરીમાં ક્રિકેટની પ્રેકટીશ કરે છે. સીઝનબોલ, ટેનીસ બોલ, સેન્થેટીક બોલ, રબર, પ્લાસ્ટીક, હોકી બોલ સહીતના વિવિધ બોલથી પોતાના ખાસ બેટથી પ્રેકટીસ કરે છે અને આ બાળક વિરેન્દ્ર સહેવાગની જેમ ક્રિકેટર બનવા ઈચ્છા ધરાવે છે.

વાત જાણે એમ છે કે, સમર્થના પિતા ફુટબોલ સારૂ રમતા હતા. તેઓ પોતાના પુત્રને પણ સ્પોર્ટમાં આગળ વધારવાની ઈચ્છા ધરાવે છે. સર્મથ જયારે બોલી-ચાલી ન શકતો ત્યારે પ્લાસ્ટીકના બેટથી ઘરમાં તેને બેટ-બોલ વડે રમાડતા. બાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી મિત્રોની મદદથી ખાસ તાલીમ આપી રહ્યા છે. સવારે ક્રિકેટ મેદાનમાં અને બાકીનો સમય ઘરની છત પર ખાસ નેટગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યુ છે.

પિતા છેલ્લા બે વર્ષથી પોતાનો વ્યવસાય છોડીને સમર્થનું ક્રિકેટ કોચીંગ કરી રહ્યા છે.જામનગરમાં સારુ ક્રિકેટ મેદાન ન હોવાથી જામનગર છોડીને પરીવાર વડોદરા રહેશે અને સમર્થની ક્રિકેટની સફર આગળ ધપાવશે. સમર્થના પિતા મિલન પટેલ પોતાના વ્યવસાય સમર્થના દાદાને આપીને, રાજકોટ અને મેરઠથી ખાસ પ્રકારના બેટ અને સાધનો મંગાવે છે. નાના બાળકનો ક્રિકેટ પ્રત્યેનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ દંગ રહી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!