મોરબી માળીયા રોડપર ગોઝારો અકસ્માત સર્જાયો ! માતા પિતા અને પુત્રી સહિત 5 લોકોના કમકમાટીભર્યા મોત…
ગુજરાતનાં રોડ અકસ્માતની ઘટનાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે હાલમાં જ આજ રોજ ગુજરાતનાં મોરબી-માળિયા હાઈ વે પર ગોઝારો અકસ્માટે સર્જાયો અને આ ઘટનામાં એકી સાથે પાંચ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો.આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે અને આ ઘટના અંગે રાજ્ય સરકારને જાણ થતાં જ તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવી.
આ અકસ્માત અંગે બ્રિજેશભાઈ મેરજાએમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી હતી. તેઓએ મુખ્યમંત્રીને સહાય અંગે રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રીએ આ મૃતકોને સરકાર તરફથી રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે.ખરેખર આ ઘટનાનાં કંઈ રીતે બની તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, માળિયાના અમરનગર અને લક્ષ્મીનગર વચ્ચે સર્જાયેલા વિચિત્ર ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં પહેલા એક ગાડીનું ટાયર ફાટતા બીજી ગાડી સાથે અથડાઇ, એ દરમિયાન જ ત્યારબાદ કચ્છ તરફ જતા ટેમ્પો સાથે અથડાઇ હતી. આ ઘટનાના સૌથી દુઃખ વાત એ બની કે, મોરબીના લોહાણા પરિવારના ત્રણ સભ્યો સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે.
આ સિવાય આ ઘટનામાં 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે લોકો નું મુત્યુ થયું છે એવા લોહાણા પરિવાર સામખીયારી નજીક કટારીયા ગામે માતાજીના દર્શન કરીને આવતા હતા અને આ કાળ તેમને ભરખી ગયો. આ પરિવારમાં માતા-પિતા અને પુત્રી સહીત અન્ય પાંચ લોકોએ એ જીવ ગુમાવ્યો છે. જેમાં પાંચ વર્ષના બાળકએ પોતાનો જીવ ગુમાવેલ.
આ ઘટનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ કરી પરત ફરી રહેલા કચ્છના પરિવારની ટેમ્પો ટ્રાવેલ્સ પણ આ ઘટનાનો ભોગ બની હતી જેથી કરીને ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર 10થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાં અંગે જાણ થતા જ મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ મોરબી સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. આગળની તમામ કાર્યવાહી પોલીસ હાથ ધરી હતી આ બનાવ અંગે તેમજ આ ઘટના અંગે મુખ્યમંત્રી શ્રીએ શોક વ્યક્ત કરેલ.
