એક સમયે શેર બજાર નો એક્કો કહેવતા હર્ષદ મહેતાની પત્ની એ વર્ષો બાદ એવી વાત કરી સૌ કોઈ ચોંકી ગયુ. પોતાના પતિ માટે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં અનેક એવા વ્યક્તિઓએ જન્મ લીધો છે, જેને વિશ્વ ફલકે નામ બનાવ્યુ છે. ભારતની આઝાદી થી લઈને આજ સુધી દેશમાં ગુજરાતીઓનું પ્રભુત્વ વધારે રહ્યું છે. આજે આપણે વાત કરીશું શેર બજારના બાદશાહ ગણાતા હર્ષદ મહેતા વિશે, જેને દેશના અર્થતંત્રને હચમચાવી દીધું હતું. હાલમાં જ હર્ષદ મહેતાની પત્નીને પોતાના પતી વિશે ખાસ વાત મીડિયા સમક્ષ કહી છે.
વાત જાણે એમ છે કે, હર્ષદ મહેતાનું 30 ડિસેમ્બર 2001ની રાત્રે જેલમાં અવસાન થયું હતું. આ ઘટનાના 20 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે હવે આખરે તેમની પત્ની જ્યોતિ મહેતાએ મોટી જાહેરાત કરી છે. તેમણે થાણે જેલના સત્તાવાળાઓ પર તેના પતિ હર્ષદ મહેતાને સમયસર યોગ્ય તબીબી સારવાર આપવામાં બેદરકારીનો આરોપ મૂક્યો છે.
ખરેખર આ વાત ચોંકાવનારી અને આશ્ચય જનક છે, હર્ષદ મહેતાની પત્નીએ હર્ષદ મહેતાના જીવન વિશે લોકોને તેમના વિશેની તથ્યપૂર્ણ માહિતી આપવામાટે https://www.harshadmehta.in નામની વેબસાઇટ પણ શરૂ કરી છે. આ વેબ સાઈટમાં લખ્યું છે કે, તેમના ઘા હજુ પણ તાજા છે અને 20 વર્ષ પછી પણ તેમનો પરિવાર આ આઘાતમાંથી બહાર આવ્યો નથી.
જ્યોતિ એ જણાવેલ કે, થાણે જેલમાં 54 દિવસની કસ્ટડી પછી મારા પતિનું અચાનક દુઃખદ અવસાન થયું. તે 47 વર્ષનો હતો અને સંપૂર્ણ સ્વસ્થ હતો. હર્ષદ મહેતાને હ્રદયરોગ સંબંધિત અગાઉ કોઈ સમસ્યા નહોતી. 7 વાગ્યે હર્ષદને પહેલો હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ જેલ સત્તાવાળાઓએ તેની ફરિયાદને અવગણી હતી. હર્ષદે તેના હૃદયમાં થતી અસહ્ય પીડાની જાણ તેના નાના ભાઈ સુધીરને કરી, જે બાજુની જ સેલમાં હતા. ભાઈએ હર્ષદનો અવાજ સાંભળ્યો પણ તેને જોઈ શક્યો નહીં.
જેલના ડોક્ટરોએ તેની તપાસ કરી હતી, પરંતુ તેમની પાસે હાર્ટ એટેક સંબંધિત કોઈ દવા નહોતી.હર્ષદે પોતે તેને સોર્બિટ્રેટ (દવા) આપવા વિનંતી કરી હતી, જે મેં 54 દિવસ પહેલા તેની ધરપકડ સમયે ઈમરજન્સી કીટમાં આપી હતી, જ્યારે તે જેલની કસ્ટડીમાં હતો. આ જ દવાના કારણે લગભગ 4 કલાક સુધી તેનો જીવ બચી ગયો. આ ચાર કલાકમાં હોસ્પિટલ લઈ ગયા હોત તો તેનો જીવ બચી શક્યો હોત
છેલ્લી ઘડીએ પરિવારનો કોઈ સભ્ય હર્ષદ મહેતા સાથે નહોતો. જ્યોતિએ એ પણ ખુલાસો કર્યો કે 11 વાગ્યે હર્ષદને થાણેની હોસ્પિટલમાં લાંબા અંતર સુધી ચાલવાની ફરજ પડી હતી, જ્યાં કાર્ડિયોગ્રામે બીજા મોટા હાર્ટ એટેકની પુષ્ટિ કર્યા પછી તરત જ તે વ્હીલચેર પર મૃત્યુ પામ્યા હતા.વારંવાર માંગણી કરવા છતાં તપાસ રિપોર્ટ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તે
