ગણપતિ બાપ્પા આવશે વરસાદ લાવશે ! બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આ તારીખથી ફરી મેઘો જમાવટ કરશે
મિત્રો વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આખા ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધીઓ મંદ પડવા માંડી હોય તેવું લાગી રહ્યું છે, એવામાં સાતમ આઠમના તેહવાની અંદર થોડોક સમય વરસાદ ચાલ્યો હતો પરંતુ જેવો આ તહેવાર ગયો ત્યાં ફરી એક વખત વરસાદી ઘટ્યું હોય તેવું લાગી રહ્યું હતું.આમ તો રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડી ચુક્યો છે પરંતુ અનેક એવા તાલુકાઓ છે જ્યા વરસાદની કમીને લીધે નદી કુવાઓ સૂકા પડ્યા છે
હવામાન નિષ્ણાતો તથા હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે એવામાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા હાલ મહત્વની આગાહી કરવામાં આવી રહી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યોમાં ચોમાસુ ફરી પરત ફરાળી સંભાવના સાધવામાં આવી રહી છે,હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 15 સપ્ટેમ્બરના રોજથી રાજ્યમાં વરસાદી ગતિવિધિમાં વધારો થઇ શકે છે.
આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે આવનારી 17 સપ્ટેમ્બરથી લઈને 9 દિવસો સુધી અમદવાદ સહીતના રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ વધવાની છે, તમને જણાવી દઈએ કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની સાથે ઓરિસ્સા રાજ્યમાં એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જે હવે આવનારી 24 કલાકની અંદર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની અંદર આ સિસ્ટમ આગળ વધશે જે થોડાક જ સમયમાં ગુજરાત પરથી પસાર થવાનું છે જેથી રાજ્યમાં ફરી વરસાદની એંટ્રી થઇ શકે છે.
એવામાં આવનારી 17થી22 સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે અમદવાદ શહેરને લઈને આગાહી કરવામાં આવી છે કે આવનારી 17થી19 સપ્ટેમ્બરના રોજ અમદવાદ શહેરની અંદર વરસાદ પડી શકે છે, થોડાક દિવસોથી વરસાદ ન પડતા અનેક ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે,એવામાં ફરી એક વખત વરસાદ આવશે તો ખેડૂતો ખુશખુશાલ થઇ જશે.