Gujarat

ગુજરાત પોલીસ વીભાગમાં દિવાળી પહેલા જ IAS બાદ હવે IPSની બદલીનો તખતો તૈયાર થઈ ગયો…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હાલમાં જ બુધવારે રાજ્યમાં 23 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી. ફરી એકવાર રાજ્યમાં સિનિયર IPSની બદલી માટેનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ કોઈપણ સમયે બદલીનો ઓર્ડર થઈ શકે છે. ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા માટે સરકારી કર્મચારીઓની નિયમ પ્રમાણે બદલી થવી અનિવાર્ય છે.

સૌથી પહેલા 23 IASની બદલી કરી દેવામાં આવી છે અને હવે સિનિયર આઇપીએસ અધિકારીની કોઈ પણ સમયે બદલી થશે તેમ નક્કી થઈ ગયું છે. સિનિયર IPS અધિકારીમાં IG, ADDGP સહિતના અધિકારીઓની બદલી થઈ શકે છે. ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ શરૂ કરાઈ છે. જેમાં નિયમ પ્રમાણે અધિકારીઓ અને કર્મચારીને બદલી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. દિલ્હીથી ગુજરાત આવનારા નેતાઓની અવરજવરને કારણે IPS અધિકારીઓની બદલી અટકી હોવાનું જાણવા મળ્યું હતું.

PS અધિકારીઓમાં જેમની બદલી કરવાની છે તેમનું લિસ્ટ તૈયાર થઈ ગયું હોવાની વિગતો જાણવા મળી છે. તેમની ગમે તે સમયે બદલી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની મહત્વની રેન્જમાંથી IG તેમજ એડિશનલ DG અને ક્યાંક પોલીસ કમિશનર કક્ષાના અધિકારીની પણ બદલી કરવામાં આવે તેવું હાલ જાણવા મળ્યું છે. દિવ્યભાસ્કરના અહેવાલો પ્રમાણે જાણીએ કે આ પહેલા ક્યાં ઇન્સ્પેકટરની બદલી થઈ.

અગાઉ થયેલ બદલીમાં અમદાવાદમાં 13 પીઆઈને પોલીસ કમિશનરે શહેરના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ આપ્યું, જેમાં એસ.જે. ભાટિયાને નરોડા, બી.ડી. ગોહિલને રાણીપ, એ.ડી. ગામીતને કંટ્રોલ રૂમ, ડી.બી.પટેલને સાયબર ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિસને ટ્રાફિક, પી.એચ.ભાટીને ગાયકવાડ હવેલી ફસ્ટ, પી.બી.ઝાલાને ટ્રાફિક, કે.પી.સોરઠિયાને સાયબર ક્રાઈમ, બી.એમ. પટેલને કૃષ્ણનગર, સી.જી. જોશીને વાડજ, એમ.ડી.ચંપાવતને સ્પેશિયલ બ્રાંચ, પી.બી.દેસાઈને સ્પેશિયલ બ્રાંચ, પી.વી.વાઘેલાને શાહપુરમાં જ્યારે વાડજના બી.એલ.વડુકરને નારણપુરા, નરોડાના કે. વાય.વ્યાસને સેટેલાઈટ, કૃષ્ણનગરના એ.જે.ચૌહાણને કાલુપુર ફસ્ટ તેમજ ગાયકવાડ હવેલીના આર.એચ.સોલંકીને કંટ્રોલ રૂમમાં મુકાયા છે. હવે જોવાનું રહ્યું કોની બદલી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!