ગુજરાત ના નાના એવા ગામ ના જવાને દેશ માટે આપ્યો જીવ ! આવી રીતે કરવામા આવી અંતિમ વિદાય…
હાલમાં જ ગુજરાત ના નાના એવા ગામ ના જવાને દેશ માટે આપ્યો જીવ આપ્યો, ત્યારે ગામનાના લોકોએ એ આ જવાની વિદાય એ રીતે કરી કે, સૌકોઈની આંખોમાં આંસુઓ આવી જશે. ખરેખર જ્યારે એક જવાન દેશ ખાતર પોતાનો જીવ આપે છે, ત્યારે પરિવારજનો માટે આ કરુણદાયક ઘટના છે. એક આંખમાં દુઃખના આંસુઓ જ્યારે બીજી આંખોમાં ખૂશીના આંસુઓ કે પોતાનો દીકરો કે પતિ, ભાઈ એ દેશને ખાતર બલીદાન આપ્યું છે. આ ઘટના ખૂબ જ હદયસ્પર્શી બની જાય છે.
હાલમાં જ દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા રાજસ્થાન બીએસએફ ખાતે હથિયાર વિભાગમાં ફરજ બજાવતા હતા. કરસનભાઈ કે. આંબલીયા નામના યુવાન રવિવારે તેઓ તેમની કામગીરી કરી રહ્યા હતા, આ જ દરમિયાન ત્યારે બંદૂકની ગોળીનું મિસ ફાયર થઈ જતાં ગોળી લાગવાને કારણે તેનું નિધન થયું હતું. ખરેખર આ ઘટના ઘટતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ.
આ ઘટના વિશે વધુ માહિતી મેળવી એ તો, જાણવા મળ્યું છે કે, આ ઘટના બાદ કરસનભાઈ આંબલીયાના મૃતદેહને તેમના વતન લઈ આવવામાં આવેલ અને સવારે 10 વાગ્યે જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને તેઓને રાષ્ટ્રધ્વજ ઓઢાડીને કેશોદ ગામે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ જવાન શહીદ થતા તેમના પરિવારજનો તથા કેશોદ સહિત આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દ્રશ્યો જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી ગયા હતા.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કરસનભાઈ આંબલીયા છેલ્લા અઢાર વર્ષથી મિલ્ટ્રીમાં ફરજ બજાવતા હતા.થોડા સમયમાં નિવૃત્ત થવાના હતા.પરંતુ કોરોનાના કારણે નોકરીનો સમય લંબાયો હતો. અચાનક આ અણબનાવ બનત આહીર સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.શહીદ જવાન કરસનભાઈ આંબલીયાને સંતાનમાં બે પુત્રીઓના હોવાનું જાણવા મળેલ છે. ત્યારે ને પુત્રીઓએ પોતાના પિતાની છત્રછાંયા ગુમાવી દીધી. આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ કે તેમની દિવ્ય આત્મામને શાંતિ આપે.
