હિતેન કુમાર બાદ રાજભા ગઢવી એ પણ કમા વિશે ડાયરા મા શુ કીધુ જુવો વિડીઓ ! “આ એક માણસ જેમને કુદરતે..
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર કમો જ છવાઈ ગયો છે. કમો હવે ગુજરાતનો સેલીબ્રેટી બની ગયો છે. આપણે જાણીએ છે કે, કોઠારીયમાં રામ રોટી આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમા એ ડાન્સ કરેલો કીર્તિદાન ગઢવીએ સન્નમાન કરેલ અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. કમાં વિશે અનેક લોકો નિવેદન આપી રહ્યા છે, હિતેન કુમાર બાદ રાજભા ગઢવી એ પણ કમા વિશે ડાયરા મા શુ કહ્યું તેના વિશે જાણીએ.
કમાં વિશે થોડા દિવસ પહેલા લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું છે કે,આ બધુ સર્કસ ચાલી રહ્યું છે, કમા જેવા વ્યક્તિને રમકડું બનાવીને ન મૂકો. કીર્તિદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ હવે વધારે થઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી એ માત્ર તેને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું હવે લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
હાલમાં જ લોકપ્રિય કલાકાર રાજભા ગઢવીએ ડાયરામાં કમાં વિશે ખૂબ જ ખાસ વાત કરી છે, જે આપણે સૌ કોઈ માટે એક પ્રેરણાદાયી વાત છે અને જીવનમાં ઉતારવા જેવી વાત છે. આપણે જાણીએ છે કે, કમો ડાયરામાં પુષ્પાની ઝુકેગા સ્ટાઇલમાં જોવા મળે છે. ત્યારે રાજભા ગઢવીએ કહ્યું કે, આ એક માણસ જેને કુદરતે જે કંઈ ખોટ આપી એવું તો આપણે માનીએ છીએ પણ એમાં તો ભગવાનનો વાસ હોય છે.
એજ માણસ આપણે કહે છે કે ઝુકેગા નહિ એટલે જિંદગીમાં થોડી ઘણી તફલિકો આવતી હોય તો આવે પણ જિંદગીમાં કોઈ દિવસ હારતા નહિ. ઝુકેગા એટલે કોઈ સામે લડી લેવું નહિ પણ જીવનની નાની મોટી મુશ્કેલીઓ અને તફલિકો સામે લડી લેવું.ખરેખર લઇ લીધા જેવી વાત છે. ખરેખર કમો ભલે મનોદિવ્યાગ બાળક હોય પરંતુ એ પણ આપણે પોતાની કાલાઘેલી ભાષામાં ઘણું શીખવી જાય છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) September 22, 2022