Gujarat

“જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે” બોટાદ ના સીરા ડોને VHPના પ્રમુખ ને ધમકી આપી…

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ધાર્મિક સ્થળો પર લગાવેલ લાઉદસ્પીકરને લઈને જ ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આ વિવાદ નીકળ્યો છે જેની અસર ગુજરાતમાં પણ પડી છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, બોટાદ આવાર તત્વ થી એવી ધમકી મળી કે, “જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે” બોટાદ ના સીરા ડોને VHPના પ્રમુખ ને ધમકી આપી. ચાલો ત્યારે આ ઘટના અંગે વધુ માહિતી જણાવીએ.

મુંબઈની અસર હવે ગુજરાતમાં વર્તાય રહી છે. બોટાદમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડ સ્પીકરને ઉતારી દેવા મામલે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખને ધમકી મળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, બોટાદના કુખ્યાત સીરા ડોને VHPના શહેર પ્રમુખ મોન્ટુ માળીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ વાતની સમયસર જાણ થતાં જ પોલીસ દ્વારા ડોનની ધરપકડ કરી લેવામાં આવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બે દિવસ પહેલા બપોરે શહેરના નાગલપર દરવાજા નજીક કુખ્યાત સીરા ડોને મોન્ટુ માળીને ધમકી આપી હતી. ‘જો લાઉડ સ્પીકર નહી ઉતારે તો ધંધુકાના કિશન ભરવાડવાળી થશે’ આજ કારણે હVHPના પ્રમુખને ધમકી આપવા મામલે બોટાદમાં ફરિયાદ થઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સીરા ડોને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટના ખુબ જ ચર્ચામાં આવી છે. શહેરમાં ધાર્મિક સથળો પર બાંધેલા લાઉડ સ્પિકરને ઉતારી લેજે તેમ કહી સીરા ડોન નામના શખ્સે ધમકી આપતા ચારેબાજુ વિવાદના સૂર ઉઠ્યા છે. સીરો ડોન પર ભુતકાળમાં અનેક ગુનાઓ નોધાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!