ગુજરાત મા ફરી લવ જીહાદ નો ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો ! 5 સંતાન ના પિતા એ યુવતી ને…
ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પણ વારંવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોકવાનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના નારોલ વિસ્તારમાં 5 સંતાનના પિતાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવીને તરછોડી દીધી છે. આ ઘટના સામે આવતા ચારેતરફ ચકચાર મચી ગયો છે. યુવતીએ પોતાની આપવીતી મીડિયા સમક્ષ આવી જે જણાવેલ. આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં યુવતીને 8 માસનો ગર્ભ છે. આ યુવતીએ ન્યાય માટે કોર્ટમાં પહોંચી છે. આ ઘટના અંગે કોર્ટે પણ યુવતીની ફરિયાદના મામલે નારોલ પોલીસને તપાસના આદેશ આપ્યા છે. ગર્ભવતી યુવતી લવ જેહાદની ભોગ બનીને છે. આ ઘટનામાં બન્યું એવું હતું કે એક ફેકટરીમાં આ યુવતી રફીક મલેક નામના વ્યક્તિના સાથે ઓળખાણ થઇ અને રફીકે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને 2019માં ભગાડીને લઈ ગયો હતો.
ત્યારબાદ આરોપીની હકીકત સામે આવી કે તે 5 સંતાનનો પિતા છે.યુવતીની માતા એ દીકરીને પરત મેળવવા પોલીસ ફરિયાદ કરી પરંતુ યુવતીનો કોઈ પતો લાગ્યો નહિ . 3 વર્ષ બાદ આરોપીએ યુવતીને આઠ માસ ગર્ભવતી કરીને ઘરમાંથી કાઢી મૂકી તો યુવતી એ આખરે પોલીસનો સહારો લીધો હતો.ચોકવનારી વાર તો એ છે કે, આરોપીએ યુવતિની ઉંમર જ્યારે 17 વર્ષ હતી ત્યારે પ્રેમજાળમા ફસાવેલમ
આરોપી રફીક મૂળ ક્લોલનો રહેવાસી છે. તેની પત્ની અને પાંચ બાળકો કલોલ રહે છે. યુવતી કરતા મોટી રફીકને દીકરી છે. પરંતુ લવ જેહાદમાં રફીકે યુવતીને ફસાવીને ગર્ભવતી બનાવી પરણિત હોવાથી યુવતી સાથે લગ્ન તો કર્યા નહિ પરંતુ તેને ગર્ભવતી બનાવીને છોડી દીધી ત્યારે હવે સૌ કોઈ આ યુવતી ને ન્યાય અપાવવા માંગણી કરી રહ્યા છે.