અંબાલાલ પટેલે ફરી માવઠા ની આગાહી કરી જયારે હવામાન ખાતાએ પણ આગાહી કરી કે…
ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા હવે ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે અને ચોમાસા એ પણ સત્તાવાર રીતે વિદાય લીધી છે. પરંતુ હજી પણ દેશ ના અમુક રાજ્યો મા વરસાદી વાતાવરણ ના લીધે ગુજરાત ના વાતાવરણ પર તેની અસર જોવા મળી રહી છે અને ગઈ કાલે અમદાવાદ સહીત ના જીલ્લા મા ઠંડો પવન ફુકાયો હતો. જો છેલ્લા 24 કલાંક ની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશ મા ભારે ગાજવીજ સાથે વરસાદ થયો છે.
ત્યારે વાતાવરણ ને લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ નુ કહેવુ છે કે “આજથી બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને તે પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે. “
આ ઉપરાંત અંબાલાલ પટેલે ના અનુસાર આગામી દિવસો મા ત્રણ દિવસ સુધી ગુજરાત ના કેટલાક ભાગો મા તાપમાન ઘટશે અને રાત્રી ના તાપમાન મા પણ ઘટાડો જોવા મળશે. અંબાલાલ પટેલે નુ માનવુ છે કે 27 ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થશે. 27 ઓક્ટોબર બાદ દિવસ અને રાત્રિ દરમિયાન ઠંડી લાગવાની શરૂઆત થશે.
ગુજરાત મા સપ્ટેમ્બર મહીના ના બોજા સપ્તાહ થી જ વરસાદે ગુજરાત વિરામ લીધો છે અને નવરાત્રી થી ઠંડી નો ચમકારો જોવા મળ્યો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ લઘુત્તમ અને મહતમ તાપમાન મા ઘટાડો જોવા મળી શકે છે. અને દિવાળી પહેલા ઠંડી નુ જોર અસહ્ય બને તેવી શક્યતા છે.