ખેડુતોની ચિંતા મા વધારો ! ગુજરાતના આ વિસ્તારો મા 28 ડીસેમ્બરે માવઠુ થાય તેવી શક્યતા
આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે ચોમાસુ ઘણુ વિચીત્ર રહ્યુ છે જેની શરુવાત મા સારું રહ્યા બાધ વરસાદ ખેંચાયો હતો અને બાદ મા વરસાદ ફરી મુશળધાર વરસ્યો હતો ત્યારે હવે શિયાળા મા પણ અનેક ગામો મા માવઠું જોવો મળ્યુ હતુ. ત્યારે કડકડતી ઠંડી વચ્ચે ફરી હવામાન ખાતા દ્વારા માવઠા ની આગાહી કરવામા આવી છે. જેના કારણે ખેડૂતો ની ચિંતા મા વધારો થયો છે. તો આવો જાણીએ હવામાન ખાતા એ શુ આગાહી કરી છે.
હવામાન ખાતા એ ઉતર ગુજરાત માટે આગાહી કરી હતી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે વરસાદ પડવાની સંભાવના છે. તારીખ 27 ડીસેમ્બર ના રોજ વાદળછાયા વાતાવરણ બાદ 28 ડીસેમ્બરે વરસાદ વરસી શકે છે અને એમાં પણ ખાસ કરી ને ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની વરસી શકે છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે.
અને જો સૌરાષ્ટ્રની વાત કરવામા આવે તો હવામાન ખાતાના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ ના જણાવ્યા સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. જયારે 25 અને 26 તારીખે વાતાવરણ સાફ રહેશે જયારે 27 એ વાતાવરણમા થોડી બદલાવ આવી શકે છે.
આ વર્ષે અનેક કુદરતી આફતો અને ખાસ કરી ને વાવાજોડા ના લીધે ગુજરાત ના ખેડૂતો ના ઘણુ નુકશાન સહન કરવું પડયું છે અને હજી પણ મુશ્કેલી ઓ ઓછી થવાનું નામ નથી લેતુ ત્યારે શિયાળા મા માવઠું ફરી મુશ્કેલીઓ મા વધારો કરશે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.