Gujarat

ગુજરાત ના નાના એવા ગામ મા વરરાજા હેલીકોપ્ટર લઈ ને દુલ્હન ને લેવા પહોચ્યા ! જુઓ લગ્ન ની તસવીરો

હાલમાં ગુજરાતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અનેક એવા અવનવા અને ગજબ કિસ્સાઑ સામે આવે છે. આપણે જાણીએ છે કે,લગ્ન એ જીવનનો સૌથી ખાસ પ્રસંગ હોય છે અને આ પ્રસંગને ખાસ બનાવવા માટે વ્યક્તિ કઇક ખાસ કરે છે, જેથી દરેક લોકો આ લગ્ન પ્રસંગને ક્યારેય ન ભૂલે. આજે આપણે એક એવા યુવાનની વાત કરીશું જેણે પોતાની જાન એવી રીતે જોડી કે સૌ કોઈ જોતા જ રહી ગયા.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગર શહેર નજીક આવેલ કમળેજ ગામના એક ખેડૂત કમ કોન્ટ્રાક્ટરે પોતાના વ્હાલસોયા દીકરાની જાન એવી રીતે કાઢી કે લોકો જોતા જ રહી ગયા. અત્યાર સુધીમાં તમે બળદગાડા કાર કે અન્ય વાહનોમાં જાન જોઈ હશે પરંતુ આ ખેડૂતે હેલિકોપ્ટરથી પોતાના દીકરાની જાન જોડી છે.

આપણે જાણીએ છે કે, જાન બળદગાડા ઘોડાગાડી આદી વાહનો થકી જોડવામાં આવતી હોય છે, આપણે જાણીએ છે કે શ્રીમંત લોકો તો પોતાની રીતે જાન જોડતા હોય છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે લગનગાળા દરમ્યાન લોકો હેલિકોપ્ટર બૂક કરી જાન જોડે છે ત્યારે આવો જ એક અવસર એક ખેડૂત પરીવારે ઉજવ્યો છે. ભાવનગર જિલ્લાના વરતેજ તાબેના કમળેજ ગામે રહેતા અને વ્યવસાયે ખેડૂત કમ રેલ્વેના કોન્ટ્રાક્ટ ધરાવતા અરવિંદભાઈ સામતભાઈ સાંગાના પુત્ર કરનના લગ્નનો રૂડો અવસર હોય આથી અરવિંદભાઈ એ પુત્ર કરનની જાન હેલિકોપ્ટર માં જોડવાનો નિર્ધાર કર્યો હતો.

દીકરાના લગ્નને ખાસ બનાવવા માટે અમદાવાદની એક હવાઈ કંપની પાસે હેલીકોપ્ટર બૂક કરાવ્યું હતું જેમાં એરવેઝ ટ્રાવેલ્સ સંચાલકના મેનેજરે કમળેજ અને રાજપરા આવી હેલિકોપ્ટર ઉતરી શકે કે કેમ તે અંગે જાણકારી મેળવી બંને સ્થળોએ ફાયરબ્રિગેડનો સ્ટાફ તથા એમ્બ્યુલન્સ સહિતની ઔપચારિકતા જાણી હતી અને ખુલ્લા ખેતરમાં કામ ચલાઉ હેલીપેડ બનાવવા સૂચના આપી હતી.

બપોરે અમદાવાદથી હેલિકોપ્ટર રાજપરા આવ્યું હતું આ હેલિકોપ્ટર ને નિહાળવા લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા અને માંડવા પક્ષ એટલે કે કન્યા પક્ષના પરીવારે વરરાજા કરન તથા કન્યા નમ્રતા અને અણવર સહિતનાઓ હેલિકોપ્ટરથી રાજપરા થી ઉડી કમળેજ પહોંચ્યા હતાં. હાલમાં આ લગ્નની ચર્ચાઓ ચરોતરફ ચર્ચાઓ થઇ રહી છે. અત્યાર સુધી તમે જે જોયું હશે કે, માત્ર વરરાજો અને નવવધુ હેલિકોપ્ટરમાં આવતા હોય છે પરંતુ ભાવનગરમાં જાનૈયાઓ પણ હેલિકોપ્ટરમાં બેસીને સાથે ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!