મંજુબા નુ રસોડું ! અમદાવાદના આ દંપતીએ અત્યાર સુધી મા દાઢ લાખ થી વધુ લોકો ના ફ્રી જમાડયા અને હવે…
માનવ સેવા એજ પ્રભુ સેવા! કહેવાય છે ને કે, ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યો સુવા દેતો જ નથી, એના ભાગ્યનું તેને મળી જ રહે છે. આમ પણ તમે ભૂખ્યાને ભોજન કરાવો એ પ્રભુને ધરેલ છપ્પન ભોગ બરાબરનું પુણ્ય મળે છે. આજના સમયમાં અનેક વ્યક્તિઓ માનવ સેવા માટે અનેક કાર્ય કરી રહ્યા છે, એ પણ નિઃસ્વાર્થ ભાવે, ત્યારે ખરેખર આ વાત પરથી એ તો સાબિત થાય છે કે, આજના સમયમાં માનવતા જીવે છે. આજે અમે આપને એક એવા જ સેવા કાર્ય વિશે વાત કરીશું.
આજના સમયમાં અમદાવાદનું કામદાર દંપતી ની સ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન કરાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે,અમદાવાદમાં શહેરમાં કામદાર દંપતી દ્વારા ચલાવવામાં આવતું ‘મંજુબાનું રસોડું’ નામની ફૂડ ટ્રક ગરીબ તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓની જઠરાગ્નિ ઠારે છે. વાત જાણે એમ છે કે, બિઝનેસમેન મયૂર કામદાર અને તેમનાં પત્ની પ્રણાલી કામદારે માતાના જીવન તથા માતાએ આપેલા સૂત્ર પરથી પ્રેરણા મેળવીને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબો માટે ફૂડ ટ્રક શરૂ કરી છે.
આજના વ્યસ્ત સમયમાં પણ તેઓ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તેઓ રોજ સવાર-સાંજ 700 લોકોને વિનામૂલ્યે જમાડવામાં આવે છે. આ ફૂડ ટ્રક દ્વારા છેલ્લા 6 મહિનામાં 1.25 લાખ લોકોને જમાડયું છે.એન્જિનિયરિંગ કંપની ચલાવતા મયૂર કામદારનાં માતાનું વર્ષ 2008માં અવસાન થઈ ગયું, પરંતુ માતા મંજુબા જીવ્યાં ત્યાં સુધી પોતે સુખી સંપન્ન પરિવારના હોવાથી રોજ ગાડીમાં જઈને રસ્તામાં દેખાતા ગરીબ અને જરૂરિયાતમંદોને જમવાનું આપતાં હતાં. તેમના માતા કહેતા કે, કોઈ ભૂખ્યું ના સૂવે, આ સૂત્રને લઈને તેઓ રોજ અનેક લોકોને જમવાનું આપતાં હતાં.
મંજુબાના અવસાન બાદ તેમનાં દીકરા તથા પુત્રવધૂને માતાએ આપેલી પ્રેરણા પરથી માતા જે કામ કરતા કરતા હતા એ ચાલુ કરવાનો વિચાર આવ્યો.લોકડાઉનનાં 2 વર્ષ પહેલાંથી પ્રણાલી કામદાર રોજ તૈયાર ફૂડ પેકેટ લઈને ગાડીમાં નીકળતાં હતાં અને રસ્તામાં આવતા જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ આપતાં હતાં. દોઢ વર્ષે ફરીથી લોકોને જમવાનાં પેકેટ આપવાનું શરુ કર્યું હતું, સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને શોધીને લાઉડસ્પીકર પર જાહેરાત કરીને આમંત્રણપત્રિકા આપવાનું શરૂ કર્યું, સાથે સાથે લોકોને કહેવામાં આવતું કે કાલે તમે પરિવાર સાથે જમવા આવજો અને તમારા ઘરે જમવાનું ના બનાવતા.
બીજા દિવસે ફૂડ ટ્રક ત્યાં પહોંચી જાય છે, જેમાં પ્રણાલી કામદાર હંમેશાં સાથે રહે છે અને સ્વમાન જળવાય રહે એ રીતે જમવાનું પીરસે છે. કોઈ વ્યક્તિ બીજી વખત આવે તોપણ તેને જમાડવામાં આવે છે. આ સેવાનું નામ માતાના નામ પરથી મંજુબાનું રસોડું નામ રાખવામાં આવ્યું છે.કંપનીમાં 200 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે, એટલે રોજ એકસાથે 900 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે. શહેરના વાડજ ખાતે આવેલા એક બંગલોમાં કેટરિંગની ટીમ છે. આ ટીમ રોજ જમવાનું બનાવે છે. જમવાનું બન્યા બાદ એની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરવા 3 વ્યક્તિની ટીમ પણ રાખવામાં આવી છે.ખરેખર આ એક ખૂબ જ સરહાનીય કામગીરી છે, જેમાં અનેક લોકો સ્વૈચ્છિક રીતે પણ સેવા આપીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.