Gujarat

ગુજરાત ના આ પુર્વ ધારાસભ્યની હાલત એવી થય ગય છે જાણી ને આંખ મા આસુ આવી જશે ! ઘર ચલાવવા માટે પણ…

જીવનમાં ક્યારે શું થાય એ કોઈ નથી જાણતું! સમય ગમે ત્યારે વ્યક્તિનો બદલાય શકે છે. આજે અમે આપને વાત કરીશું ગુજરાત એવા પુર્વ ધારાસભ્યની જેની હાલત એવી થય ગય છે જાણી ને આંખ મા આસુ આવી જશે ! ઘર ચલાવવા માટે પણ એવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેના વિશે જાણીએ.
નેતા અને ગરીબીને કોઈ સંબંધ હોતો નથી.એક વખત વ્યક્તિ ચૂંટણી જીતે પછી એક જ ટર્મમાં કરોડપતિ થઈ જાય છે.

ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે વિધાનસભાની. ગુજરાતનો ઈતિહાસ જોતા આ વાત સાચી ઠરે છે. ગુજરાતમાં આજે પણ એક એવા ધારાસભ્ય છે, જે ગરીબીમાં જીવી રહ્યા છે અને બીપીએલ કાર્ડ પર પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. તેમને કોઈ પેન્શન પણ મળતું નથી.ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા નાનકડા ટેબડા ગામમાં રહેતા જેઠાભાઈ રાઠોડે વર્ષ 1967 ખેડબ્રહ્મા-વિજયનગર બેઠક પરથી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવારને 17 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા.

એક સમય એવો હતો કે, તેમને વર્ષ 1967થી 1971 સુધી ધારાસભ્ય રહ્યા હતા. તેમણે એ સમયે બધે સાયકલ પર ફરીને પ્રચાર કર્યો હતો. ખાસ કરીને રસ્તા અને તળાવોનાં ઘણા કામો કરાવ્યા હતા. તેમને પોતાના સમયકાળ દરમિયાન સેવા કરવા માટે સાયકલ પર ગામેગામ જતા અને લોકોના પ્રશ્નોનું નિવારણ કરતા રહે છે. સચિવાલય જવા માટે એસ ટી બસનો ઉપયોગ કરતા હતા. લોકોની સેવા માટે હમેંશા તૈયાર જ રહેતા હતા. આજના સમય માં પૂર્વ ધારાસભ્યને હાલ બધા ભૂલી ગયા છે.

પાંચ-પાંચ દીકરા અને સંયુક્ત કુટુંબમાં રહેતા 80 વર્ષના જેઠાભાઈને બીપીએલ લાભાર્થી તરીકે જીવવું પડી રહ્યું છે.પોતાની પાંચ વર્ષની ટર્મ દરમિયાન તેમણે હરામનો એકપણ રૂપિયો નથી લીધો અને તેની સાબિતી આપે છે તેમનું ચિંથરેહાલ ઘર. હાલ તેઓ વારસામાં મળેલા ઝૂંપડા જેવા ઘરમાં રહે છે અને બીપીએલ કાર્ડ પર તેમનો જીવન નિર્વાહ ચાલી રહ્યો છે. તેમના પાંચ દીકરા મજૂરી કામ કરે છે. પેન્શન માટે જેઠાભાઈએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. લાંબા સમયની કાયદાકીય લડત પછી કોર્ટે તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

આજના સમયમાં તો ધારાસભ્યો અને સાંસદો તો છોડો ગામના સરપંચો અને નાના-મોટા હોદ્દા ધરાવતા લોકો પણ વૈભવી જીવન જીવતા હોય છે. પૂર્વક લોકોની સેવા કરનારા પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ આજે અનાજના એક-એક દાણા માટે તરસી રહ્યા છે. કોર્ટે હુકમ કરી દીધો હોવા છતાં હજુ સુધી તેમને પેન્શન આપવા અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.પૂર્વ ધારાસભ્ય સાથે સરકારમાં આવું વર્તન થતું હોય તો કોઈ સામાન્ય વ્યક્તિને કેવી મુશ્કેલીઓ પડતી હશે તે સમજી શકાય તેવી બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!