Gujarat

માર્ચ મહીના મા ગુજરાત ગરમી થી ધગધગી જશે ! જાણો હવામાન ખાતા એ શુ આગાહી કરી….

શિયાળાની કડકડતી ઠડી સહન કર્યા પછી હવે ગરમી સહન કરવા થઈ જાઓ તૈયાર કારણ કે હાલમાં જ હવામાન વિભાગ મહત્વની આગાહી કરી છે. હાલમાં થોડા સમય પહેલા આંબાલાલ પટેલ ગરમીની શરૂઆતને લઈને મહત્વની આગાહી કરી હતી. હાલમાં હવે સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે, એટલે કે હીટવેવના દિવસોમાં વધારો થશે.

માર્ચથી મે મહિના સુધીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે બે મહિનામાં પશ્ચિમ અને એનાથી નજીકના ઉત્તરના ભાગો અને પૂર્વોત્તરના હિસ્સાઓમાં અનેક સ્થળો પર મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની ઘણી વધુ શક્યતા છે.

જાણવા મળ્યું છે કે,માર્ચ મહિનામાં લૂ અને ગરમ પવન ફૂંકાવાની શક્યતા નહિવત છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે. મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રી સેલ્સિયસથી વધુ રહેવા અને સામાન્યથી ઓછામાં ઓછું 4.5 ડીગ્રી વધુ રહેતાં લૂ ફૂંકાવાની સ્થિતિ માનવામાં આવે છે.

રાજસ્થાન, ગુજરાત તથા મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં એપ્રિલ, મેમાં કાળઝાળ ગરમી પડશે. તથા ઘણા દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં 5થી 6 ડીગ્રી વધારે રહેશે. ગુજરાત, રાજસ્થાનના પાકિસ્તાન સીમા પાસેના વિસ્તારોમાં આ ઉનાળે ગરમીના નવા રેકોર્ડ સર્જાઈ શકે છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા લદાખમાં ઉનાળામાં સરેરાશ કરતાં વધુ તાપમાન રહેશે.કે આ વર્ષથી હવામાન વિભાગ દેશભરમાં હીટવેવની ચેતવણી આપવાનું શરૂ કરશે. આ ચેતવણીમાં છેલ્લા 5 દિવસના તાપમાનની વિગતો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!