ગુજરાત ના આ શહેર મા મેઘરાજા એ ભુક્કા કાઢી નાખ્યા! પોણા ત્રણ ઈંચ મા થયો જળબંબાકાર…
ભીમ અગિયારસ થી જ મેઘરાજાની એન્ટ્રી થઇ ગઈ છે, ત્યારે હાલમાં જ ગુજરાતમાં અનેક શહેરોમાં ધોધમાર વરસાદ થયેલ છે, ત્યારે હાલમાં જ રાજકોટ શહેરમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. સવાર થી લઈને બપોર સુધી ગરમીનું વાતાવરણ છવાઈ ગયેલ હતું ત્યારે આજે રાજકોટમાં ખૂબ જ ધોધમાર વરસાદ થયેલ. મવડીમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે.
રાજકોટ ઝોનવાઇઝ વરસાદની વાત કરીએ તો સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ, પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.શહેરના 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નજીક પાણી ભરાયા છે. આથી ટ્રાફિકજામના દૃશ્યો સામે આવ્યા છે. વાહનચાલકો પરેશાન બન્યા છે. તેમજ બાળકો વરસાદી પાણીમાં ન્હાવાની મજા માણતા નજરે પડ્યા હતા.
જ્યારે પડધરી પંથકમાં આજે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણી પાણી થયા છે. પડધરીનાં ખોડાપીપર, જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતીયા ગામમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. આવતીકાલે ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરશે. રાજકોટના કુચીયાદડ, બેટી, રામપરા, પારેવાળા, બામણબોર, નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય આજે જસદણ પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
અતિશય ભારે વરસાદનાં કારણે શહેરના પ્રહલાદ પ્લોટમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં PGVCLના ટ્રાન્સફોર્મરમાં ધડાકા થયા હતા. ધડાકાને લઇને આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી. PGVCLની પણ પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. માત્ર થોડા વરસાદમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ખરેખર રાજકોટ શહેરમાં મેઘમહેર થવાથી એક તરફ લોકોમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો અને રાજકોટમાં દરેક જગ્યા સ્વીગપુલ જોવા મળેલ.
