ગુજરાતમાં આખર વરસાદનું થયું આગમન! આ સમયથી આખા ગુજરાત રાજ્યમાં ચોમાસુ બેસી જશે…
કાળઝાળ ગરમીમાંથી લોકોને આખરે રાહત મળી છે કારણ કે,
ગુજરાતનાં 91 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 3.94 એમ.એમ. વરસાદ પડ્યો છે. કુલ 26 જિલ્લાના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે 76 એમ.એમ. વરસાદ સંતરામપુરમાં નોંધાયો છે. હવે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.
ખાસ કરીને 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ખેડૂતોનાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે.
હાલમાં જ ચોમાસાની શરૂઆતમાં જ સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે. જૂનાગઢ તાલુકામાં 43 એમ.એમ. વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 43 એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં 34 એમ.એમ. વરસાદ પડ્યો છે. દાહોદમાં 34 એમ.એમ., ઝાલોદમાં 32 એમ.એમ.નવસારીના ખેરગામમાં 27 એમ.એમ., સાબરકાંઠાના તલોદમાં 27 એમએમ, પંચમહાલના મોરવા હડફમાં 27 એમ.એમ., મહિસાગરના કડાણામાં 26 એમ.એમ., બનાસકાંઠાના પાલનપુરમાં 25 એમ.એમ., વરસાદ નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
