Gujarat

ગુજરાત ના આ ક્ષેત્રો મા કરા સાથે વારસાદ થયો જ્યારે અમદાવાદ મા ગરમી નુ પ્રમાણ….

હાલમાં સૂરજ દાદા જાણે કોપાયમાન થયા હોય એવી રીતે અગ્નિકજ્વાળા વરસાવી રહ્યા છે. ખરેખર હાલમાં કાળઝાળ ગરમીમાં લીધે સૌ કોઈ હેરાન થઈ ગયા છે. લું લાગવાની સમસ્યા થી અનેક લોકો પીડાય રહ્યા છે, ત્યારે એવામાં ખાસ કરીને ગુજરાતનાં અમરેલી જિલ્લા અનેક.વીસ્તારમા વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે,સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ ફુંકાયું છે.

આ સિવાય આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે તેમજ ખાંભા તાલુકાના ભાણીયા, નાનુડી, પીપળવા ગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. સૌથી વધારે અન્ય રાજુલાના ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામમાં વરસાદ પડી રહ્યો છે. .આ વખતે કમોસમી વરસાદનાં લીધે કેરીના પાકને નુકસાનની સંભાવના સેવવામાં આવી છે.

ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે.અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાનનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને કંડલામાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!