Gujarat

અંબાબાલ પટેલે ફરી કરી ચોંકાવનારી આગાહી ! આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મા ચોંમાસુ…

હાલમાં સૌ કોઈ મેઘરાજાનાં આગમનની રાહ જોઈને બેઠું છે, ત્યારે હાલમાં જ અવારનવાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદના આગમન અને ચોમાસાની ઋતુ આ વર્ષે કેવી રહેશે તે માટે થઈને હાલામાં જ આંબાલાલ પટેલ મહત્વની આગાહી કરી હતી. ત્યારવા ફરીએકવાર તેમના દ્વારા આ અંગે ખાસ આગાહી કરવામાં આવી છે, જેનાં દ્વારા તમે જાણી શકો છો કે ક્યાં તારીખ થી વરસાદનું આગમન થશે.

આ વર્ષનો ઉનાળો ગુજરાતીઓ માટે તો ખૂબ જ ખરાબ રહ્યો! આપણે જાણીએ છે કે વરસાદ શરૂ થાય એ પહેલાં તો ગુજરાતમાં કેસર કેરીના રસની નદીઓ વહેતી શરૂ થઈ જાય પંરતું આ વર્ષે કેરી ખાધા વિના જ ભજીયા ખાવાની રુતું ક્યારે આંગણે આવીને ઉભી ગઈ ખબર જ નાં પડી. ચાલો ત્યાર અમે આપને જણાવીએ કે, આખરે કંઈ તારીખ થી વરસાદ આવવાનું શરૂ થશે.

હાલમાં જ જાણવા મળ્યું છે કે, હવામાન નિષ્ણાંત અંબાલાલેના મતે ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ પડે તેવી શક્યતા જણાવાઇ છે. તેમજ આ વર્ષે ગુજરાતમાં વરસાદ સારો થશે. ખરેખર આ વાત દરેક ખેડૂતો માટે ખુશીની વાત છે. આ વર્ષે એવું લાગી રહ્યું છે કે વરસાદની ઋતુનો વહેલું આગમન થઈ ગયું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે તા.10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ વરશે તેવી શક્યતા છે. ખાસ કરીને તા.15 જૂનથી સમગ્ર રાજ્યભરમાં નિયમિત રીતે  ચોમાસુ શરૂ થવાની સંભાવના છે.

તેમજ અગામી 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારો વરસાદ પડશે તેમુ સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. આંબાલાલનાં જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આજુબાજુના વિસ્તારોમાં 40 ઈંચ જેટલો વરસાદ તેમજ જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થઇ શકે છે ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!