આ તારીખે ફરી માવઠું થાશે ! હવામાન વિભાગે કરી મોટી આગાહી….
હાલમાં શિયાળાની ઋતુ યથાવત છે અને ઠંડીનું પ્રમાણ પણ માપસર છે પરંતુ હવામાન વિભાગમાં પલટો આવવાથી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ખરેખર આ એક તરફ શિયાળુ પાક ખેતમાં ઉભો હોવાથી ખેડૂતો પણ માટે આ ચિંતા જનક સમાચાર છે તેમજ ક્યાં ક્યાં શહેરોમાં માવઠું થશે એ અમે આપને તમામ વિગતો જણાવીએ.
હાલમાં જ આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ વર્ષનું ચોમાસુ પણ ભારે રહ્યું છે તેમજ આ સાથો સાથ અનેક જગ્યા એ ચોમાસુ પૂર્ણ થયા પછી પણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી એક વખત વાતાવરણમાં અચનાક પલટો આવવાથી કમોસમી વરસાદ થશે. છેલ્લા ઘણા દિવસ થી રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. બેથી ત્રણ દિવસો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં 4થી 5 દિવસો દરમિયાન ઠંડી વધી શકે છે.
હવામાન વિભાગ દ્વારા જાણવા પ્રમાણે 5મી જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહિસાગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.ખરેખર કમોસમી વરસાદ ને કારણે રવિ પાક માટે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમદાવાદનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી અને લઘુતમ પણ 3 ડિગ્રી વધીને 15.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ચાર દિવસો દરમિયાન અમદાવાદના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, પણ 8 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે અને સાથો સાથ કમોસમી વરસાદ ન લીધે વતાવરણ બદલાઈ જશે.