ગુજરાતનાં આ શહેરોમાં ત્રણ દિવસ સુધી પડશે માવઠું! સાથે દરિયા કિનારે સતત પવન ફૂંકાશે….
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. હજુ તો એ બે દિવસ પહેલા જ આબાલાલ પટેલ મહત્વની આગાહી કરી હતી ત્યારે ફરી એકવાર જાણવા મળ્યું છે કે, રાજસ્થાનમાં અને અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરના ભાગરૂપે આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે ane આવતીકાલે બનાસકાંઠા અને પાટણ જિલ્લા ઉપરાંત કચ્છમાં માવઠું થશે.
સૌથી મહત્વની વાત એ છે કે, બનાસકાંઠા અને પાટણ ઉપરાંત મહેસાણા સાબરકાંઠા અરવલ્લી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિવાય ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ વરસાદ પડે એવી આગાહી છે. એક તરગ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ફરી એક વખત માવઠું થવાથી શિયાળુપાકોમાં નુકસાન થવાની શકયતા રહે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલથી ત્રણ દિવસ માટે અરબી સમુદ્રમાં પ્રતિ કલાકના 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને અમુક તબક્કે તેની ઝડપ વધી ને 60 કિલોમીટર સુધી પહોંચી જશે. દરિયો તોફાની બન્યો હોવાથી માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.ત્યારે તમામ ખેડૂતો અને માછીમારો ને પણ ચેતવણી આપવામાં આવી છે. ત્યારે દરિયા કિનારે વધારે પવન ફૂંકાશે.