Gujarat

ગુજરાતના આ જીલ્લા મા મેઘરાજા એ કરી ગાજવીજ અને કરા સાથે જોરદાર એન્ટ્રી! હવે સૌરાષ્ટ્રમાં આ તારીખે….

એક તરફ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે, એવામાં હાલમાં સૌ કોઈ માટે રાહતના સમાચાર છે. ટૂંક સમયમાં જ વરસાદનું આગમન થશે. હાલમાં જ ગુજરાતનાંમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવે ટૂંક સમયમાં સૌરાષ્ટ્રમાં પણ વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે. ચાલો ત્યારે જાણીએ કે સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે આવશે.

આજ રોજ થયેલ વરસાદનાં લીધેગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશ થઇ ગયેલ. આજે સાવરકુંડલાનાં તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા.

ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી તેમજ.લાઠી અને દામનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. લાઠીના દુધાળામાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળ્યા હતા.

ભાવનગર જિલ્લા જેસર તાલુકામાં પણ બપોર બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદઆવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી લોકોને હાલ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.રાજ્યમાં એક-બે દિવસમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગે 8થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!