ગુજરાતના આ શહેરમાં જાહેરમાં થુંકનારાની હવે ખેર નથી !! જાહેરમાં તથા શરૂ વાહને થુંકતા કેદ થશો તો થશે આટલો મોટો દંડ, અત્યારસુધી 31 હજારનો દંડ વસૂલાયો
મિત્રો આપણને શાળા વાતથી કહેવામાં આવે છે કે “જ્યા સ્વછતા ત્યાં પ્રભુતા” આ સૂત્રનો અર્થ પણ જાણવા મળે છે કે જ્યા જ્યા સ્વછતા હશે ત્યાં ત્યાં પ્રભુનો વાસ થશે. તમને ખબર જ હશે મિત્રો ભારતમાં સ્વછતા અભિયાન હાથમાં લેવામાં આવ્યું હતું જે હજુ ચાલી જ રહ્યું છે જે અનેક વર્ષો સુધી ચાલતું જ રહેશે જ્યા સુધી આપણું ભારત પૂર્ણરૂપે સ્વચ્છ નહીં થઇ જાય. હાલ આપણા દેશના દરેક શહેર હોય કે ગામડા સ્વચ્છતાનો મહિમા સૌ કોઈ જાણે છે.
એવામાં અમદાવાદ શહેરની અંદર શહેર સ્વચ્છતા જળવાય રહે તે માટે થઈને મહાનગરપાલિકા દ્વારા નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે જેમાં જાહેરમાં થુંકનાર તમામ જો કોઈ નજરે ચડશે તો તેઓને દંડ ફટકારવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા બે દિવસોથી આ નિયમને લાગુ પાડવામાં આવ્યો છે જેમાં 287 જેટલા લોકો પાસેથી કુલ 31,000 રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી રહી છે.
વધતા જતા પામ-મસાલાના સેવનને લીધે લોકો જ્યા ત્યાં રસ્તા પર પણ ટહુકી દેતા હોય છે જેના લીધે ગંદકી ખુબ ઝડપી ફેલાતી હોય છે, એવામાં આવું ન થાય તે માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો નિયમ બનાવામાં આવ્યો છે, મ્યુનિ કમિશનરે થુંકનાર તેમ જ પાન-મસાલો ખાયને રસ્તા પર કચો ફેંકનાર વિરુદ્ધ દંડ વસુલવામાં આવશે તેવો આદેશ આપ્યો છે.
આ આદેશ અનુસાર જો કોઈ વ્યક્તિ શહેરમાં ગંદકી ફેલાવતો નજરે પડશે તો તેની પાસેથી 50થી100 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે જયારે શરૂ વાહને રસ્તા પર થુંકતા કોઈ નાગરિક નજરે ચડ્યો તો તેની પાસેથી 50થી500 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવી શકાશે તેવો નિયમ મહાનગરપાલિકા દ્વારા લેવાયો છે. તમારું આ નિયમ વિષે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.