ગુજરાત ના આ હાસ્ય કલાકારે સૌરાષ્ટ્રની ત્રણ હોસ્પિટલો મા કુલ 75 લાખ રૂપીયા નુ દાન કર્યું જયારે હજી…
હાલના સમય મા દાન આપનાર અને લોક સેવા કરવામા કોઈ નામ સૌથી આગળ હોય તો એ ખજુરભાઈનુ છે. જયારે આ સિવાય પણ ઘણા લોક સેવક છે જે લોક સેવાનુ કાર્ય કરી રહ્યા છે ત્યારે હાલ જ એક એવું એક નામ સામે આવ્યુ છે જે ગુજરાત ના ઘણા પ્રખ્યાત હાસ્ય કલાકાર છે જેનુ નામ ડો. જગદીશ ત્રિવેદી છે અને તેવો તે સૌરાષ્ટ્રની ત્રણ હોસ્પિટલ માટે 75 લાખ રુપીઆ નુ દાન કર્યુ છે.
હાસ્ય કલાકાર તરીકેનુ મોટુ નામ ધરાવનાર જગદીશ ત્રિવેદી ત્રણ મહીના માટે એટલે કે 1 જુન થી 31 ઓગસ્ટ સુધી અમેરીકા અને કેનેડા પ્રવાસ કરવાના છે અને 38 જેટલા સાંસ્કૃતિક અને હાસ્ય કાર્યક્રમો કરવાના છે અને આ કાર્યક્રમો થી થનાર આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરવાની જાહેરાત કરનાર કલાકાર ડો. જગદીશ ત્રિવેદી કરી છે. જ્યારે હાલ જ તેવો એ પોતાના 50 વર્ષ પુરા કર્યા છે અને કાર્યક્રમો કરી ને 75 લાખ જેટલી રકમ ગુજરાત પહોંચાડી છે.
જો તેમના દાનની સરવાણી પર નજર નાખીએ તો તેવોએ સૌરાષ્ટ્રની ત્રણ હોસ્પિટલ સાવરકુંડલાની શેઠ લલ્લુભાઈ હોસ્પિટલને ચાલીસ લાખ રુપિયા , રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલને એકવીસ લાખ રુપિયા અને ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને પંદર લાખ રુપિયા મળીને કુલ 75 લાખ રૂપિયા ની રકમ દાન કરી હતી.
જગદીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે 27 જુલાઈ સુધીમાં એમણે અમેરીકા અને કેનેડાના મળીને કુલ વીસ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે અને હજું બીજા અઢાર કાર્યક્રમો બાકી છે. તેઓ ત્રણ મહીનાના આ પ્રવાસ વડે ગુજરાતના જરુરિયાતમંદ માણસોની શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા માટે કુલ દોઢ કરોડ રુપિયા જેવી મોટી રકમ લઈને આવશે એવી એમને સાત્ત્વિક શ્રદ્ધા છે.
જો ડો. જગદીશ ત્રિવેદી ની વાત કરવામા આવે તો તેવો સુરેન્દ્રનગર જીલ્લા ના ચોંટીલા ના છે અને તેવો એ નાનપણ થી જ કલા જગત સાથે સંકળાયેલા હતા જયારે આજે હાસ્યકલાકાર, લેખક,કવિ,ચિંતક અને ઉમદા સમાજસેવક તરીકે જાણીતા બન્યા છે. જયારે આ અગાવ પણ તેવો એ અનેક સેવા કાર્યો કર્યા છે.