રીલાયન્સ કંપનીનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીના આ બે ભાઈ ને તમે નહી ઓળખતા હોય ! હાલ તેમનો પરીવાર…
કહેવાય છે ને કે, બે ભાઈઓમાં ક્યારેક ભાગ્યે જ બંને સફળતાનાં શિખરો સર કરી શકે છે. ઉત્તમ ઉદાહરણ જોવું હોય તો તમેં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પર નજર કરી શકો છો. આજે ધીરુભાઇનાં ભાઈઓ વિશે ભાગ્યે જ કોઈ જાણતાં હશે અને ઘણા લોકો ને તો ખબર નહીં હોય કે, ધીરુભાઇ નો કોઈ ભાઈ પણ હતું! આજે અમે આપને જણાવશુ કે,રીલાયન્સ કંપનીનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીના આ બે ભાઈ ને તમે નહી ઓળખતા હોય ! હાલ તેમનો પરીવાર શું કરે છે અને ક્યાં રહે તે જણાવશું.
આજે ધીરુભાઇ અંબાણી એ જેટલી સફળતા મેળવી છે અને ધનવાન બન્યા છે, તેમના સંતાનો એટલા સફળ તેમના બે સગા ભાઈઓ નથી બની શક્યા. જ્યારે ધીરુભાઇ રીલાયન્સનો પાયો નાખ્યો ત્યારે તેઓ એકલા ન હતા. આ કાર્યમાં તેમના બંને ભાઈઓ ભેગા હતા અને ભાઈનાં સાથ સહકાર થી તેમને જીવનમાં પ્રગતિનો માર્ગ પકડ્યો અને આજે એ માર્ગ ક્યાં પોંહચ્યો છે, આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. આજે જીવનમાં ધીરુભાઈનું નામ ઇતિહાસમાં અમર થઈ ગયું પરતું તેમના બે ભાઈઓ ને આજે ભાગ્યે જ કોઈ ઓળખે છે. ચાલો ત્યારે અમે આપને આ બે ભાઈઓ વિશે જાણીએ.
સૌરાષ્ટ્રનાં ચોરવાડ ગામના વાણિયા પરિવારમાં જન્મેલા ધીરૂભાઇ અંબાણીએ ચાર ભાઇ-બહેન હતાં. તેમના ભાઇઓનું નામ રમણીકભાઇ અને નાથુભાઇ હતા, જ્યારે તેમની બહેનોનું નામ ત્રિલોચનબેન અને જસુમિતાબેન હતાં.,રમણિકભાઇ, જે ધીરુભાઇ અંબાણીના મોટા ભાઇ હતા, તેમના લગ્ન પદ્મબેન સાથે થયા હતા. વિમલ અંબાણી રમણીકભાઇ અંબાણીના પુત્ર છે, જેમના નામ પર અમદાવાદ નજીક નરોડામાં 1970 માં વિમલ બ્રાન્ડની શરૂઆત થઈ હતી. તેની સ્થાપનામાં વિમલ અંબાણીના પિતા રમણીકભાઇનું મહત્ત્વ હતું. 2014 સુધી, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના બોર્ડનો પણ ભાગ હતો.
રમણિકભાઇએ 90 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી બોર્ડમાંથી બહાર નીકળ્યા ત્યારે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી બોર્ડમાં જોડાયા. 28 ઓગસ્ટે રમણિકભાઇએ વિશ્વને વિદાય આપી હતી. રમણિકભાઇ અને પદ્મબેનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીઓનું નામ નીતા, મીના અને ઇલા છે, જ્યારે તેમના પુત્રનું નામ વિમલ અંબાણી છે. રમણિકભાઇનાં પત્ની પદ્મબેનનું વર્ષ 2001 માં આ દુનિયાથી નિધન થયું હતું. રમણીકભાઇ ત્યારબાદ તેમના બાળકો અને પૌત્રો સાથે રહેતા હતા.
નથુભાઇ અંબાણી ધીરુભાઇ અંબાણીના નાના ભાઇ છે. તેણે સ્મિતાબેન સાથે લગ્ન કર્યાં હતાં. નાથુભાઇ અંબાણીના પુત્ર વિપુલ નથુભાઇ અંબાણી છે. વર્ષ 2009 માં તેણે પ્રીતિ અંબાણી સાથે લગ્ન કર્યા. વિપુલ અને પ્રીતિ ઘણી કંપનીઓમાં સંયુક્ત સચિવ તરીકે કામ કરી રહ્યા છે. વીપુલે ટાવર કેપિટલ અને સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડના નામે પણ પોતાની એક કંપની બનાવી હતી.એવું કહેવામાં આવે છે કે હાલમાં વિપુલ અંબાણી પણ આ કંપનીના ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા છે.
