Gujarat

ગ્રીષ્માના હત્યારા ફેનીલનેની ફાંસીની સજા માફીની અપીલ અંગે ગુજરાત હાઈકોર્ટે કર્યો…

સુરત શહેરમાં ક્યારેય ન ભૂંસી નાં શકાય એવો કાળો દાગ એટલે માસૂમ દીકરી ગ્રીષ્મા ની થયેલ કરપીણ હત્યા! ફેનીલ ગોયાણી એ એક તરફી પ્રેમમાં પાગલ બનીને હેવાનિયતની દરેક હદો વટાવીને જે હત્યા કરી તે અંગે તેને ફાંસીની સજા તો આપવામાં આવી છે પરંતુ તેની ફાંસી સજા અંગે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ખુલાસો કર્યો છે, જે જાણીને તમે પણ આશ્ચય પામી જશો.

આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ એ પહેલાં એક નજર આપણે આ ઘટના પર કરીએ.ગુજરાતનાં તમામ લોકોને હચમચાવી દેનાર સુરતના ગ્રીષ્મા હત્યા કેસને કોઇ ભૂલી નથી શકવાનું. હાલમા જ આરોપી ફેનીલ ગોયાણીએ આખરે નીચલી કોર્ટે તેને ફટકારેલી ફાંસીની સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી ક્રિમીનલ અપીલ આજે હાઇકોર્ટે દાખલ કરી હતી.

જો કે, કેસની સુનાવણી દરમ્યાન આરોપીના વકીલ તરફથી હાઇકોર્ટને અનુરોધ કરાયો હતો. આ અપીલ અંગે હાઇકોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, તમારી પહેલાં અન્ય કેસોમાં સજા પામેલા દોષિતો દસ-બાર વર્ષથી જેલમાં છે અને તેઓની સજા સામેની અપીલો ઓલરેડી પેન્ડીંગ છે ત્યારે તમારી અપીલ સાંભળવામાં પ્રાથમિકતા આપી શકાય નહી ટ્રાયલ કોર્ટના આ ચુકાદા બાદ રાજય સરકાર દ્વારા આરોપી ફેનીલને તાત્કાલિક ફાંસીની સજા ફટકારવાની માંગણી

સાથે કન્ફર્મેશન કેસને લઇ હાઇકોર્ટમાં પહેલેથી જ અપીલ દાખલ કરી દેવાઇ છે.બાદમાં આરોપી ફેનીલે ટ્રાયલ કોર્ટની ફાંસીની સજા હળવી કરવા નીચલી કોર્ટના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ફાઇલ કરી હતી, જે આજે હાઇકોર્ટે દાખલ કરી હતી. હવે આવનારા દિવસોમાં આ અપીલો ચાલવા પર આવશે અને તેની સુનાવણી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!