Gujarat

ગુજરાત રાજ્યમાં એકી સાથે 88 પીઆઈની બદલી કરવામાં આવી. આ કારણે ગૃહવિભાગે ફરજો બદલાવી, જાણો કોની ક્યાં બદલી થઈ

હાલમાં જ ગુજરાત પોલીસમાં બદલાવ આવ્યો છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીલક્ષી આ બદલીમાં અમદાવાદ શહેરમાંથી મોટાભાગના પીઆઈની અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર થઈ છે તેમજ સુરત શહેરના ગ્રામ્યમાંથી એમ મળીને કુલગુજરાત પોલીસમાં એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરની સાગમટે બદલી થઈ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ચૂંટણી કમિશનને એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય હોય તેમ જ પોતાના વતન હોય તેવા જગ્યાએથી પોલીસ કર્મચારીની બદલી કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ હજી પણ મોટા મોટા પ્રમાણમાં બદલી આવશે તેવી વિગતો જાણવા મળી જાણવા મળી રહી છે. ચૂંટણીલક્ષી બદલીઓમાં આઇપીએસ અધિકારી આઈજી અને ડીઆઈજીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટરો લાંબા સમયથી બદલીની રાહ જોઈને બેઠા હતા.દરમિયાન આજે સાંજે ગૃહ વિભાગે પીઆઈની બદલીના ઓર્ડર જાહેર કરતા પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા જોવામાં આવી રહેલી આતુરતાનો અંત આવ્યો હતો.

સુરત શહેરમાંથી 12 પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગ્રામ્યમાંથી 2 ઇન્સ્પેક્ટરો મળીને 14 પીઆઈની બદલી થઈ છે. શહેરમાં લાંબા સમયથી આઈપીએસ, પીઆઈ અને પીએસઆઈના બદલીઓની ચર્ચાઓ ચાલી રહી છે. આ બદલીમાં સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પીઆઈ એ.જી.રાઠોડની સાબરકાંઠા અને એમ.એલ.સાળુંકેની વડોદરા બદલી કરવામાં આવી છે.

આ સિવાય હાલમાં જ એસઓજીમાં જેમને મુકાયા તે સંજય ભાટિયાની બદલી અમદાવાદ શહેરમાં કરાઈ છે. આ સિવાય સરથાણા પોલીસ સ્ટેશનમાં વિવાદમાં રહેલા એમ.કે.ગુર્જરને વડોદરામાં મુકાયા છે. એલ.જી.ખરાડીને વડોદરા પીટીએસ, એચવી ગોટીને મરીન ગાંધીનગર, એપી ચૌધરીને અમદાવાદ ગ્રામ્ય, ખટોદરા પીઆઈ ટી.વી.પટેલને સીઆઈડી ક્રાઈમમાં મુકાયા છે. ગ્રામ્યમાં ફરજ બજાવતા એમએમ ગીલતરને પણ સીઆઈડીમાં મુકાયા છે. એ.એ.ચૌધરીની ભરૂચમાં, બીડી ગોહીલની અમદાવાદ, બીસી સોલંકીની અમદાવાદ ગ્રામ્યમાં, વીયુ ગડરિયાની ભરૂચમાં અને ગ્રામ્યમાં ફરજ બજાવતા કે.જે.ધડુકની એસીબીમાં બદલી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મોટાપાયે પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની લાગવગ લગાવી હોવાની વાતો થઈ રહી છે. બીજી તરફ હજી પણ મોટા મોટા પ્રમાણમાં બદલી આવશે તેવી વિગતો જાણવા મળી જાણવા મળી રહી છે. ચૂંટણીલક્ષી બદલીઓમાં આઇપીએસ અધિકારી આઈજી અને ડીઆઈજીનો પણ સમાવેશ થાય છે. જે ટૂંક ટૂંક સમયમાં જાહેરાત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!