ગુજરાત ના આ 6 રોયલ પેલેસ ની તસ્વીરો જોઈ રાજસ્થાન ના પેલેસ ભુલી જશો ! જુઓ ક્યા ક્યા…
ગુજરાત ભારતનું હદય ગણાય છે, અને આ ધબકતા હદયમાં અનેક પરંપરા તેમજ આકર્ષક સ્થાનો અને અહીંયાની સંસ્કૃતી લોકોને પોતાની તરફ આકર્ષે છે. આજે અમે આપને ગુજરાતમાં આવેલ એવા સ્થળો વિશે જણાવશું કે તને આજ સુધી આ આલીશાન મહેલો વિશે જાણ્યું નહીં હોય. ગુજરાતમાં અનેક ઐતિહાસિક ધરોહર આવેલી છે, ત્યારે આજે અમે આપને ગુજરાતમાં સૌથી લોકપ્રિય પેલેસ વિશે જણાવશું.
સૌરાષ્ટ્રટ ગુજરાતનું હદય ગણાય છે, ત્યારે સૌરાષ્ટ્રમા પણ અનેક રાજવી વિરાસત આવેલી છે, જેમાં ઓર્ચાર્ડ પેલેસને આજે દેશ વિદેશોના પર્યટકોને રાજવી રિયાસતની અનુભૂતિ કરાવે છે. આજે આ મહેલ હરીટેજ હોટેલમાં સ્થાન ધરાવે છે. આ પેલસ ગોંડલમાં આવેલ છે.
રાજકોટ સૌરાષ્ટ્રની રાજધાની હતી. રાજકોટથી 14 કિલોમીટર દૂર, ખીરાસરા ગામથી 150 ફૂટ ઉપર, 7 એકરમાં ફેલાયેલ ખીરાસરા પેલેસ કાઠિયાવાડનું અમૂલ્ય ઘરેણું છે અને આજે આ આલીશાન હેરિટેજ હોટેલમાં રૂપારીત થયેલ છે.આ પેલેસનું નિર્માણ ઠાકુર રણમલજી એ કર્યું હતું અને એ પછી ઠાકુર સૂરસિંહજી એ એક ભવ્ય રૂપ આપ્યું હતું.
કચ્છની ધરતીમાં આઈના મહેલ એ અદ્દભુત સ્થાન છે અને આ મહેલનું નિર્માણ જ 18મી સદીમાં થયેલ. આ મહેલ પ્રાગ મહેલની બાજુમાં આવેલો છે. આ મહેલ 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો.આમહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે. આ મહેલ પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર છે.
સંસ્કાર નગરી વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. આ મહેલ ઇ.સ 1890 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. આ મહેલ અતિ ભવ્ય છે અને ગુજરાતમાં આવો મહેલ ભાગ્યે જ જોવા મળે.આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ₹27,00,000ના ખર્ચે બાંધવામાં આવ્યો હતો. આ પેલેસ બકિંઘમ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે.
દેવગઢબારિયાનો પેલેસ આકર્ષણનું કેન્દ્ર છે. બારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. ગોધરાથી 44 કિમીના દૂર અને દાહોદથી 54 કિમીના દૂર આવેલ દેવગઢ પનમ નદી પાસે સ્થિત છે. આજના સમયમાં પણ અહીંયા શાહી પરિવારોની ઘણી વિરાસતો હાજર છે અને આ વિરાસત જોવા જ લોકો આવે છે.
વાંકાનેરમાં આવેલ રણજીત વિલાસ પેલેસ અદ્ભુત નજારો આપે છે.રાજ શ્રી અમરસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું જેઓ વાંકાનેર રાજવી પરિવારના છેલ્લા શાસક હતા. આ સ્થળ ઈન્ડો-સારસેનિક અથવા ઈન્ડો-ગોથિક શૈલીમાં 1907માં બાંધવામાં આવ્યું છે. પેલેસ વાંકાનેરમા આકર્ષણનું કેન્દ્ર છે.