ગુજરાત પોલિસે દિવાળીનાં ટાણે આ જગ્યાએ થી ઝડપ્યું વિલાયતી દારૂનું ગોડાઉન, મળ્યો આટલી કિંમતનો દારૂ…
આપણે જાણીએ છે કે, જ્યાં જુઓ ત્યાં માત્ર દારૂને લઈને અનેક બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ દિવાળીના તહેવારો પહેલા જ મોટા પ્રમાણમાં વિલાયતી દારૂનો જથ્થો પકડાયો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઓગણજ નજીક એક ગોડાઉનમાંથી સોલા હાઇકોર્ટ પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે.
પોલીસે કરી રેડ સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે PSI પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગ રોડ નજીક ઓગણજ ગામની સીમમાં આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, 3548 વિદેશી દારૂની બોટલ અને 1584 બિયર ના ટીન મળી 21.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો અને તે કોને મોકલવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે.મહત્વનું છે કે બુટલેગરે પોલીસથી બચવા ગોડાઉનમાં જ ચોર ખાનું તૈયાર કરાવ્યું હતું. જે ખસેડયા બાદ ગુપ્ત ખાનામાં દારૂની પેટીઓ સંતાડી રાખેલી પોલીસે કબ્જે કરી.
ગોડાઉન માલિકે ધાબડા,ચાદર વેપાર કરવા ગોડાઉન ભાડે આપ્યું હતું પણ જેની આડમાં દારૂનો જથ્થો રાખ્યો હતો.હાલ તો પોલીસે ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામના આરોપી પકડાયો છે. એક તરફ લઠ્ઠાકાંડ થયોત્યારથી અનેક બુટલેગરો ઝાડપાયા છે, ત્યારથી લઈને હાલમાં પણ અનેક લોકો વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે, ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.
ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામનો યુવક ઝડપાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું જેથી હાલમાં આ દારૂ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.