ગુજરાતનાં આ ગામના રીક્ષા ચાલકનો દીકરો આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં રેસ વોકમાં ભાગ લેશે, સંઘર્ષ જાણીને…
જીવનમાં સફળતા મેળવવા માટે પૈસા નહિ પરંતુ દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસની જરૂર હોય છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અપાવનાર રમતવીરો સામાન્ય ઘરમાંથી આવે છે અને તેમની પરિસ્થિતિ પણ આર્થિક રીતે સાવ નબળી હોવા છતાં એ ફેશ માટે ગોલ્ડ મેડલ લઈને આવે છે. હાલમાં જ એક આવો કિસ્સો બનવા જઇ રહ્યો છે.
તમને જાણીને ગર્વ થશે કે, ગુજરાતના વાપી ગામના ગરીબ પરિવારનો 18 વર્ષિય યુવાન 1 થી 6 ઓગસ્ટ સુધી કોલમ્બિયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે જુનિયર વર્લ્ડ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ વાત એ છે કે યુવાનના પિતા રીક્ષા ચલાવે છે અને માતા ગૃહિણી છે. યુવાન છેલ્લા છ વર્ષથી એથ્લેટિક્સમાં ઉચ્ચ દેખાવ માટે પ્રયાસો કરી રહ્યો હતો. રાંચી અને નડિયાદમાં 10 કિ.મી. રેસ વોકમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો અવસર મળ્યો છે.
તમને જણાવીએ કે, વાપીના છીરી કંચનગરમાં રહેતા રોહિત વિનોદ યાદવ મુળ રહે. ઉત્તરપ્રદેશને દોડવાનો રસ ધરાવતો હતો. ધો.2થી 8 સુધી કે.પી.વિદ્યામંદિર છીરી ખાતે અભ્યાસ કર્યો હતો. 2017માં ભાવનગરની ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલમાં એડમિશન માટે વડોદરા ટ્રેનિંગમાં તેમની પસંદગી થઇ હતી. ધો.9 અને 10માં ભાવનગરમાં કર્યા બાદ દેવગઢ બારિયાની સ્પોટર્સ સ્કૂલ સ્ટેટ એકડમી બે વર્ષ સુધી અભ્યાસ કરી ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ મધ્યપ્રદેશ,બેગ્લોર સહિત અનેક સ્થળોએ યોજાયેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
બેંગ્લોસર સ્પોટર્સ ઓફ ઇન્ડિયા બેગ્લોર ખાતે ટ્રેનિંગ લીધા બાદ 2022માં રાંચીમાં એપ્રિલમાં 10 કિ.મી. હરિફાઇ રેસ વોક ચેમ્પિશયન 2022માં બીજાક્રમે આવ્યાં હતાં. ત્યારબાદ 43.13 મિનિટની 10 કિ.મી.ની નડિયાદ ખાતેની સ્પર્ધામાં ગોલ્ડ કર્યો હતો. રાંચી અને નડિયાદમાં શ્રેષ્ઠ દેખાવના કારણે રોહિત યાદવની આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. હાલમાં આપણા ગુજરાતીઓ માટે આ ખૂબ જ ગૌરવની વા